કચ્છની જાણીતી લોકગાયિકા ગીતા રબારીને થયો ડેન્ગ્યુ, ભુજ હોસ્પિટલમાં સારવાર ચાલુ

Updated: Oct 23, 2019, 11:12 IST | Bhuj

ગુજરાતભરમાં હાલ ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. ત્યારે કચ્છની લોકગાયિકા કે જે વિશ્વભરમાં લોકપ્રિય છે એવી ગીતા રબારી પણ ડેન્ગ્યુની જપેટમાં આવી ગઇ છે. છેલ્લા થોડા દિવસ બિમાર હોવાના કારણે રીપોર્ટ કરાવ્યો હતો.

ગીતા રબારી (PC : Instagram)
ગીતા રબારી (PC : Instagram)

Bhuj : ગુજરાતભરમાં હાલ ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. ત્યારે કચ્છની લોકગાયિકા કે જે વિશ્વભરમાં લોકપ્રિય છે એવી ગીતા રબારી પણ ડેન્ગ્યુની જપેટમાં આવી ગઇ છે. છેલ્લા થોડા દિવસ બિમાર હોવાના કારણે રીપોર્ટ કરાવ્યો હતો. જેમાં ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે તુરંત બાદ તેને ભુજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ મળી રહેલ માહિતી પ્રમાણે ગીતા રબારીની તબિયત સ્થિર છે.

આ પણ જુઓ : Geeta Rabari:5મા ધોરણથી ગાય છે કચ્છની કોયલ, જાણો અજાણી વાતો

ડેન્ગ્યુનો કહેર ગુજરાતભરમાં વધી રહ્યો છે
મહત્વનું છે કે, ગુજરાતભરમાં ડેન્ગ્યુનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં ડેન્ગ્યુના આંકડા પર નજર કરીએ તો, હાલ રાજ્યમાં ડેન્ગ્યુના 7319 કેસ નોંધાયા છે. તો 21 ઓક્ટોબરના રોજ 145 કેસ નોંધાયા હતા. અત્યારે સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્રમાં છે. અહીંની સરકારી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે, એટલા દર્દી વધી રહ્યા છે. તો સામે રોજ ઢગલાબંધ કેસ પોઝીટિવ થાય છે. ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેવ વધી રહ્યો હોય હાલ સરકારની ચિંતા વધી રહી છે. આ પગલે મુખ્ય સચિવ જે એન સિંહે રાજ્યના જિલ્લા કલેકટર જિલ્લા આરોગ્ય અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ મામલે માહિતી મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK