સના મારિન સિવાય વિશ્વમાં ઓછી ઉંમરના નેતા, જેમને મળી સત્તાની જવાબદારી

Published: Dec 10, 2019, 18:07 IST | Mumbai Desk

સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી બનનારા રાજનેતાઓ પર નાખીએ એક નજર. એ પણ જણાવ્યું કે વધારે ઉંમર કોને સત્તાનો સ્વાદ મળ્યો.

ફિનલેન્ડની સના મારિન દુનિયાની સૌથી નાની ઉંમરની પ્રધાનમંત્રી બનવાની છે. આ પહેલા ભારતના રાજીવ ગાંધી, યૂક્રેનના ઓલેક્સી હૉચેરુક અને ન્યૂઝીલેન્ડની જેસિંડા ઑર્ડ્રન જેવા કેટલાય રાજનેતા આ ખિતાબ મેળવી ચૂક્યા છે. કેટલાક એવા નેતાઓ વિશે જણાવીએ જે મોટી ઉંમરમાં તેમને સત્તાનો સ્વાદ મળ્યો. સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી બનનારા રાજનેતાઓ પર નાખીએ એક નજર. એ પણ જણાવ્યું કે વધારે ઉંમર કોને સત્તાનો સ્વાદ મળ્યો.

1. રાજીવ ગાંધી
1984માં 40 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનનારા રાજીવ ગાંધી ભારતના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન હતા. વિશ્વના તે યુવા રાજનેતાઓમાંના એક હતા, જેમણે નેતૃત્વ કર્યું.

2. ઓલોક્સી હાચેરૂક
29 ઑગસ્ટ, 2019ના 35 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનનારા ઓલોક્સી હાચેરુક યુક્રેનના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી છે. આ પહેલા આ ખિતાબ વોલોદિમિર ગ્રૉસમેન પાસે હતું, જે 38 વર્ષની ઉંમરમાં યુક્રેનના વડાપ્રધાન બને.

3. કાર્લોસ અલ્વારોડા ક્વાસાડા
8 મે, 2018ના 38 વર્ષની ઉંમરમાં લેખક, પત્રકાર તેમજ વૈજ્ઞાનિક કાર્લોસ કોસ્ટારિકાના 48માં રાષ્ટ્રપતિ બન્યા.

4. જેસિંડા આર્ડર્ન
26 ઑક્ટોબર 2017ના 37 વર્ષની આયુમાં વડાપ્રધાન બનનારા જેસિંડા આર્ડર્ન ન્યૂઝીલેન્ડના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન છે. એટલું જ નહીં તે વિશ્વની પહેલી સૌથી નાની ઉંમરની મહિલા વડાપ્રધાન છે.

5. ફ્રિટ્ઝ વિલિયમ મિશેલ
22 જુલાઇ 2019ના 39 વર્ષની ઉંમરમાં વડાપ્રધાન બનનારી ફ્રિટ્ઝ વિલિયમ મિશેલ હૈતીના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન છે. તે પહેલા 2009થી 2011 સુધી નાણાં મંત્રાલયના મુખ્ય લેખાકાર હતા.

5. કિમ જોંગ ઉન
કિમ જોંગ ઉત્તર કોરિયાના ઘણાં ચર્ચિત નેતા છે. પિતા ઇલની મૃત્યુ પછી વર્ષ 2011માં 28 વર્ષની ઉંમરમાં કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સુપ્રીમ નેતા બન્યા.

6. નાઈબ બુકેલે
સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિઓમાં નાઈબ બુકેલેનું નામ પણ સામેલ છે. 1 જૂન 2019ના 38 વર્ષની ઉંમરમાં નાઈબ બુકેલે અલ સલ્વાડોરના સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ બન્યા.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

7. સના મારિન
મારિનનો જન્મ 16 નવેમ્બર 1985ના ફિનલેન્ડમાં થયો હતો. વર્ષ 2015માં તે સંસદ સભ્ય તરીકે નિર્વાચિત થઇ. પહેલી વાર તે 2019માં સરકારમાં સામેલ થઈ. સરકારમાં તે પરિવહન તેમજ સમચાર મંત્રી બની. વર્ષ 2012માં તેમણે પ્રશાસનિક વિજ્ઞાનમાં ટેમ્પિયર વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના પછી તે રાજનીતિમાં સક્રિય થઈ. 2017માં તેમને સિટી કાઉન્સિલમાં પસંદ કરવામાં આવ્યા. મારિલ સમાન લિંગ ધરાવતાં પાર્ટનરની સંતાન છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK