જાણો ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆતથી લઈને અંત સુધીની તમામ વિધિઓ

Updated: Jul 01, 2019, 15:43 IST | ફાલ્ગુની લાખાણી | અમદાવાદ

ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે માત્ર ત્રણ જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે વાંચો કેવી રીતે થાય છે રથયાત્રાની શરૂઆત અને તેમાં કઈ-કઈ વિધિઓ હોય છે.

જાણો રથયાત્રાની વિધિઓ
જાણો રથયાત્રાની વિધિઓ

જળયાત્રા
રથયાત્રાની શરૂઆત થયા છે જળયાત્રાની વિધિથી. જેમાં 108 કળશ મંદિરથી લઈને ભુદરના આરે જવામાં આવે છે અને ત્યાંથી જળ લાવીને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. જે બાદ ભગવાન મોસાળ તરફ પ્રસ્થાન કરે છે.

RATH YATRA

જળયાત્રા માટે કળશ લઈને જતી મહિલાઓ(તસવીર સૌજન્યઃ શૈલેષ નાયક)

મોસાળું
મોસાળમાં ભગવાનને લાડ લડાવવામાં આવે છે. તેમને અવનવા ભોગ ધરાવવામાં આવે છે. સાથે જ તેમનું મોસાળું અથવા તો મામેરું દર્શન માટે રાખવામાં આવે છે.

mameru


નેત્રોત્સવ
બીજી જુલાઈએ સવારે 8 વાગ્યે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને બળદેવજી મંદિર પાછા ફરશે અને ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. માનવામાં આવે છે કે મામાના ઘરે જાંબુ ખાવાના કારણે ત્રણેય ભાઈ બહેનને આંખ આવે છે. અને તેમને આંખ પર પાટા બાંધવામાં આવે છે. જેને નેત્રોત્સવ કહેવામાં આવે છે.

નાથનો સોનાવેશ
આંખ પર પાટા બાંધવામાં આવે એ દિવસે નાથ સોનાવેશ ધારણ કરે છે. સોનાવેશના દર્શન અલૌકિક હોય છે.

મંગળા આરતી
રથયાત્રાના દિવસે સવારે મંગળા આરતી કરવામાં આવે છે. જે બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્ર રથમાં બિરાજમાન થાય છે.

આ પણ વાંચોઃ રથયાત્રાઃ મળો એ વ્યક્તિને જે છેલ્લા 17 વર્ષથી બનાવે છે ભગવાનના વાઘા

પહિંદ વિધિ
રાજ્યના શાસક અથવા તો રાજા પહિંદ વિધિ કરાવે છે. સામાન્ય રીતે આ વિધિ રાજ્યના મુખ્યમંત્રી કરે છે. જેમાં સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરવામાં આવે છે. પહિંદ વિધિ બાદ રથયાત્રા શરૂ થાય છે.

pahind vidhi

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK