દિવાળીમાં પણ પગાર ન મળ્યો કિંગફિશરના સ્ટાફને

Published: 13th November, 2012 19:49 IST

મે મહિનાનો પગાર દિવાળીમાં તો ચૂકવીશું જ એવો વાયદો દેવામાં ડૂબેલી કિંગફિશરે એના ૩૦૦૦ કર્મચારીઓને કર્યો હતો.

એને કારણે કર્મચારીઓને તેમની દિવાળી સુધરશે એમ લાગ્યું હતું, પણ કંપનીનો એ દાવો પોકળ સાબિત થયો છે. કિંગફિશરના એક કર્મચારીએ આ બાબતે કહ્યું હતું કે ‘કંપનીએ અમને કહ્યું હતું કે દિવાળી સુધીમાં બાકી નીકળતો પગાર મળી જશે, પણ કંપનીનો એ દાવો ખોટો ઠર્યો છે. અમને હજી સુધી પગાર મળ્યો નથી.’

૧ ઑક્ટોબરથી બંધ થઈ ગયેલી કિંગફિશર ઍરલાઇનના કર્મચારીઓને મે મહિનાથી પગાર મળ્યો નથી. આ માટે કર્મચારીઓ પાઇલટ સાથે મળીને સ્ટ્રાઇક પર ઊતરી ગયા હતા. જોકે એ વખતે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સંજય અગ્રવાલે તેમને ખાતરી આપી હતી કે ત્રણ મહિનાનો પગાર દિવાળી સુધીમાં આપવામાં આવશે એટલે એ લોકો ફરી કામ પર ચડી જાય. કર્મચારીઓ તેમની વાત માનીને કામ પર ચડ્યા હતા, પણ તેમની આશા ઠગારી નીવડી હતી. ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશને કિંગફિશરનું લાઇસન્સ રદ કરી દીધું છે અને જો એણે ફ્લાઇટ ઉડાડવી હોય તો એ માટે પહેલાં રિવાઇવલ પ્લાન આપવા કહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK