કોરોનાના કહેર વચ્ચે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના આદેશ પર ચીનથી અડીને આવેલી સરહદ પર એન્ટી એરક્રાફ્ટ ગન્સને તૈનાત કરવામાં આવી છે. તેમ જ ઉત્તર કોરિયાના બૉર્ડર ગાર્ડ્સને સરહદથી 0.6 મીલની અંદર મળનારા કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક ગોળી મારવાના આદેશ મળ્યા છે. પહેલા આ કામ શાર્પ શૂટર્સને સોંપવામાં આવ્યું હતુ.
ઉપરાંત બૉર્ડરના વિસ્તારમાં વિસ્ફોટોકોની જાળ પણ બિછાવવામાં આવી, પરંતુ લોકોની ઘૂસણખોરીને રોકવા માટે હવે તાનાશાહે પોતાના કિલિંગ મશીન કહેવાતા એન્ટી એરક્રાફ્ટ ગન ફાયરિંગ સ્ક્વોડને તૈનાત કરવા પડ્યા છે. કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદથી જ કિમ જોંગ ઉને પોતાના દેશની સરહદને અનિશ્ચિતકાળ માટે બંધ કરી રાખી છે.
બૉર્ડર પર સખ્તી એટલી છે કે ચીનથી થનારા વેપારને પણ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. આ કારણે ઉત્તર કોરિયામાં રોજિંદા સામાનની તંગી પડવા લાગી છે. કિમ જોંગની તાનાશાહીથી પરેશાન લોકો ઉત્તર કોરિયા છોડીને ચીન જવામાં ભલાઈ સમજી રહ્યા છે. દર મહિને મોટી સંખ્યામાં ઉત્તર કોરિયાના નાગરિકો ચોરી-છૂપીથી ચીન જઈ રહ્યા છે. આ કારણે કિમ જોંગ ઉનની મુશ્કેલી વધી ગઈ છે.
લોકોના આ રીતે બહાર જવાથી નારાજ ઉત્તર કોરિયાના તાનાશાહે હવે બૉર્ડર પર એન્ટી એરક્રાફ્ટ ગનો તૈનાત કરી છે. આ ગન લાંબા અંતર સુધી લોકો પર ચોક્કસ નિશાન લગાવી શકે છે. આનો પ્રહાર એટલો ઘાતક હોય છે કે કોઈ પણ બેલિસ્ટિક શીલ્ડ અથવા બૉડી આર્મર આમની ગોળીઓને રોકી ના શકે.
ઉત્તર કોરિયાના ઉત્તર હેમયોંગ પ્રાંતમાં એક સૈન્ય સૂત્રએ યૂએસ-સમર્થિત રેડિયો ફ્રી એશિયા વેબસાઇટને જણાવ્યું કે, ઑક્ટોબરમાં જનરલ કમાન્ડરે કોર-એરક્રાફ્ટ ગનને બૉર્ડર પર તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. નવેમ્બરના મધ્યમાં 9મી વાહિની અંતર્ગત એન્ટી-એરક્રાફ્ટ આર્ટિલરી બટાલિયનને હોરિયોંગ શહેર અને મસાન અને ઓન્સોંગ કાઉન્ટીમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
સૂત્રો પ્રમાણે, એન્ટી એરક્રાફ્ટ ગનોની બટાલિયનોને એ વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે, જ્યાં ઘૂસણખોરીની સૌથી વધારે સંભાવના છે. આ વિસ્તારોમાં બૉર્ડર પર સુરક્ષાકર્મચારીઓની સંખ્યા પણ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછી છે, જેના કારણે આ વિસ્તારોથી મોટી સંખ્યામાં ઉત્તર કોરિયાના નાગરિકો ચીનમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ કારણે કિમ જોંગે પોતાની એન્ટી એરક્રાફ્ટ ગનોની બટાલિયનોને 2020ના શિયાળામાં થતી સૈન્ય તાલીમથી બહાર રાખી છે, જેથી તે સરહદ પર કામ કરી શકે.
ફિશિંગ બોટના કેપ્ટનને કિમ જોંગે ગોળી મરાવી દીધી, જાણો કેમ?
20th December, 2020 18:14 ISTચીનની પીળી ધૂળથી ચિંતામાં મૂકાયા તાનાશાહ, જાણો કેમ?
23rd October, 2020 19:27 ISTઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ કૉમામાં છે : બહેન સંભાળશે કમાન
25th August, 2020 11:18 ISTખોરાકની અછતને પહોંચી વળવા કિમ જોંગ-ઉને લોકોને પાળેલા ડૉગ્ઝ આપી દેવા કહ્યું
19th August, 2020 10:25 IST