સલમાન ખાનનો ફૅન એક હત્યાના કેસમાં પકડાયો

Published: 1st August, 2012 05:03 IST

તેણે પોલીસને સલમાનના અંદાજમાં કહ્યું, ‘મૈંને એક બાર કમિટમેન્ટ કર દી તો ફિર મૈં અપને આપકી ભી નહીં સુનતા’

salman-fan-murderફિલ્મોમાં આપણા હીરો ઘણા એવા ડાયલૉગ બોલતા હોય છે જેની અસર યુવાનો પર થતી હોય છે. પોલીસે એક હત્યાકેસમાં પકડેલા આરોપી પર પણ બૉલીવુડના અભિનેતા સલમાન ખાનનું ભૂત સવાર હતું અને તેની ફિલ્મ ‘દબંગ’ના એક ડાયલૉગના આધારે તેણે પોતાના માથે રહેલા દેવાને દૂર કરવા એક જણની હત્યા કરી હતી. પોલીસે તેને પૂછ્યું કે તેણે શા માટે આ હત્યા કરી હતી તો તેણે સલમાન ખાનના અંદાજમાં કહ્યું હતું કે ‘મૈંને એક બાર કમિટમેન્ટ કર દી તો ફિર મૈં અપને આપકી ભી નહીં સુનતા.’

ભુલેશ્વરમાં દ્વારકાભવનમાં જૂન મહિનાની ૧૧ તારીખે મામાજી કુરિયર ઍન્ડ કાર્ગો કંપનીમાં બાવીસ વર્ષના જિતુ સદારંગાણી ઉર્ફે ગોવિંદની થયેલી હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-બેના પોલીસ-અધિકારીઓએ નાગપાડામાં મદનપુરાના રહેવાસી ૨૯ વર્ષના તાલ્હા મોહમ્મદ મુનાફ અન્સારીની ધરપકડ કરી હતી.

આ હત્યા કરીને આરોપીએ કુરિયર કંપનીમાં આશરે ૯,૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ રૂપિયાથી તેણે પોતાના પર થયેલા દેવાને ચૂકવી દીધું હતું. પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી ૫,૪૮,૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા.

આરોપીએ પોલીસને કહ્યું હતું કે મને સલમાન ખાન ખૂબ જ ગમે છે અને તેને મળવા હું ખાસ ‘દબંગ’ના સેટ પર પણ ગયો હતો અને તેની સાથે મેં ફોટો પણ પડાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK