મીરા રોડમાં બે સગીર બહેનોનું અપહરણ કરવાનો પ્રયાસ : બે આરોપીઓની ધરપકડ

Published: 8th December, 2011 07:59 IST

મીરા રોડના વિજય પાર્કમાં આવેલી ન્યુ ઓમકાર કો-ઑપરેટિવ સોસાયટીમાં રહેતી ૧૧ વર્ષની અને ૧૨ વર્ષની બે બહેનોનું અપહરણ કરવા કરવા આવેલા પાંચ જણમાંથી બેની રહેવાસીઓની મદદથી ધરપકડ થઈ હતી.

 

મંગળવારે રાતના બન્ને જણ તેમની મમ્મી સાથે પ્રવચન સાંભળવા ગઈ હતી. રાતના ૮.૩૦ વાગ્યે બન્ને બહેનો એકલી સાઇકલ પર આવી રહી હતી. તેઓ આરએન અને બ્રૉડવે નામની ઇમારતો પાસે પહોંચી ત્યારે તવેરા ગાડીમાં આવેલા પાંચ જણમાંથી બે જણ તેમનો હાથ પકડીને સાથે લઈ જવાની કોશિશ કરી રહ્યા હતા ત્યારે ત્યાં રહેલા સુરક્ષા-કર્મચારીએ છોકરીઓને ઓળખી લીધી અને આરોપીઓને પૂછ્યું કે છોકરીઓને ક્યાં લઈ જાઓ છો? તેમણે કહ્યું કે આ છોકરીઓ ભીખ માગી રહી છે. સુરક્ષા-કર્મચારી તેમનો ઇરાદો સમજી જતાં તેણે બૂમો પાડી હતી એટલે આરોપીઓ ભાગે એ પહેલાં ત્યાંના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને બન્નેને ઢોર માર માર્યો. લોકોએ પાંચમાંથી ૪૦ વર્ષના મનોજ વર્મા અને ૪૦ વર્ષના પ્રવીણ શર્માને પકડી લીધા હતા. પોલીસે બન્નેની ધરપકડ કરી છે અને વધુ તપાસ કરી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK