અરરર! મહિલાના મૃતદેહ પરથી પચાસેક વાહનો દોડી ગયાં

Published: 26th December, 2014 02:48 IST

ખારઘર ફ્લાયઓવર પર બનેલી આ ઘટનામાં શરીરના ટુકડેટુકડા થઈ ગયા
મંગળવારે રાતે સાયન-પનવેલ રોડ પર ખારઘર ફ્લાયઓવર બ્રિજ પર એક ભિક્ષુક મહિલા કોઈ વાહનની અડફેટે આવી પછી કોઈ પણ વાહન થોભવા તૈયાર નહોતું. ઊલટું એક પછી એક વાહન પાછળનું વાહન ટકરાવાની બીકે સીધેસીધું તેના શરીર પરથી દોડી જતું હતું. આવાં પચાસેક વાહનો દોડી ગયાં પછી કેટલાક રસ્તે ચાલતા લોકોએ આ દૃશ્ય જોયું અને વાહનોને દોડતાં રોક્યાં હતાં. આ સમયમાં એ મહિલાના શરીરના ટુકડેટુકડા થઈ ગયા હતા.

લાંબા વાળને કારણે તે મહિલા હોવાનું પોલીસને સમજાયું હતું. તેની પાસે એક ચાદર હતી અને છૂટા પૈસા વેરાયેલા હતા તેથી તે ભિખારી હોવાની પોલીસને શંકા છે. કોઈને એમ લાગ્યું કે કોઈ જાનવર કપાયું હશે અને કોઈને માણસ હોવાનું જાણ્યા છતાં સમયનો અભાવ અને ‘ઝંઝટમાં પડવું નથી’ એવી માનસિકતાને લીધે તે મહિલાએ જીવ ગુમાવ્યો હતો. વાહનોને રોકીને પોલીસને જાણ કરનારા રાહદારીઓએ પહેલી ટક્કર વાગ્યા પછી જો એ મહિલાને સારવાર આપવામાં આવી હોત તો બચી જવાની શક્યતા પણ દર્શાવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK