Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કચ્છી ડેરડેવિલ કેવલ કક્કાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

કચ્છી ડેરડેવિલ કેવલ કક્કાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

19 May, 2019 09:50 AM IST | મુંબઈ

કચ્છી ડેરડેવિલ કેવલ કક્કાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું

કેવલ કક્કા

કેવલ કક્કા


પાંચ ફુટ આઠ ઇંચની હાઇટ, વજન પચાસથી બાવન કિલો અને બાંધો સાવ એકવડો. ૨૭ વર્ષનો કેવલ કક્કા જો સામે મળે તો કોઈને માનવામાં ન આવે કે આ પાતળા યુવકે વલ્ર્ડનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટનું આરોહણ કર્યું છે. અરે, આ મુઠ્ઠીભર હાડકાના યુવકનું જિગર કેટલું મોટું છે કે તે એવરેસ્ટ ચડ્યા પછી ભલભલા ભડવીરોની ઠૂંસ નીકળી ગઈ હોય ત્યારે ૨૯,૦૩૫ ફુટ ઊંચો માઉન્ટ એવરેસ્ટ સર કર્યા બાદ ફક્ત પાંચ દિવસના ગૅપ બાદ ૮૫૧૬ મીટર એટલે ૨૭,૯૪૦ ફુટ ઊંચો લોત્સે પહાડ ચડવાનું સાહસ કરવાનો છે.

મુલુંડમાં રહેતા કચ્છી માઉન્ટનમૅન કેવલને ૧૦ વર્ષની ઉંમરથી ટ્રેકિંગનો નાદ લાગ્યો. સ્કૂલના વેકેશનમાં મુલુંડના કચ્છી ટ્રેકર્સ ગ્રુપ સાથે તેણે અનેક માઉન્ટનનું ટ્રેકિંગ કર્યું હતું. કેવલના પપ્પા હિરેનભાઈ ‘મિડ-ડે’ને કહે છે કે ટ્રેકિંગનો શોખ ખરો, પણ કેવલ કોઈ દિવસ દુનિયાના સર્વોચ્ચ શિખર પર કદમ મૂકશે એવું અમે ક્યારેય વિચાર્યું નહોતું. તેને ઑટોમોબાઇલનો પણ ખૂબ ક્રેઝ હતો એટલે ટેન્થ પછી અમે તેને ઑટોમોબાઇલ એન્જિનિયરિંગમાં ભણવા મૂક્યો. હા, કૉલેજમાં પણ તેનું પવર્‍તારોહણ ચાલુ જ હતું.



કેવલનાં મમ્મી નીલમબહેન વાતનો દોર સાધતાં કહે છે, ‘ઑટોમોબાઇલ ડિઝાઇનિંગ તેનો અતિ પ્રિય વિષય, પણ કેવલને કેમ જાણે ડુંગરાઓ સાદ દેતા હોય એમ તેણે અધવચ્ચે જ કૉલેજ છોડી દીધી અને ફુલટાઇમ માઉન્ટેનિયરિંગ કરવા લાગ્યો. જોકે ત્યારે સગાંસંબંધીઓ અને ઓળખીતાઓ બધાં જ અમને ચેતવતાં કે એકના એક દીકરાને આવા રિસ્કી ફીલ્ડમાં કેમ મોકલો છો?


કક્કા-દંપતીએ રિસ્ક લીધું અને એના પરિણામે આજે સમસ્ત કચ્છી વીસા ઓસવાળ સમાજ ગૌરવ અનુભવે છે. કેવલ આ સમાજની પ્રથમ વ્યક્તિ છે જેણે એવરેસ્ટ સહિત દુનિયાનાં ૮ ઊંચાં શિખરમાંથી ૩ સર કયાર઼્ છે અને ૨૧ અથવા ૨૨ મેના દિવસે વિશ્વનો ર્ફોથ હાઇએસ્ટ માઉન્ટન લોત્સે સર કરવાનો છે. કૅલિફૉર્નિયા રહેતી કેવલની બહેન રિદ્ધિ કહે છે, ‘કેવલમાં ગજબનો ફાઇટિંગ સ્પિરિટ છે. માઉન્ટેનિયરિંગ ફીલ્ડમાં આગળ વધવા માટે ખૂબબધા પૈસાની જરૂર પડે છે. એવરેસ્ટ એક્સપિડિશન કરવાનું કેવલે નક્કી કર્યું ત્યારે માઉન્ટેનિયરિંગની ટ્રેઇનિંગ કરતાં પણ વધુ મુશ્કેલ હતું તેને માટે ફંડ રેઇઝ કરવાનું. સેલ્ફ ફન્ડિંગથી તો આ ઍડ્વેન્ચર કરવું પૉસિબલ હતું જ નહીં, એટલે કેવલે અનેક કૉર્પોરેટ હાઉસિસ અને કંપનીઓનો સ્પૉન્સરશિપ માટે કૉન્ટૅક્ટ કર્યો. ત્રણથી ચાર મહિનાની રઝળપાટ બાદ પણ રિઝલ્ટ ઝીરો, છતાં તે થાક્યો નહીં અને પાછો વYયો નહીં. ત્યાર બાદ અમે અમારા સમાજના ઉદ્યોગપતિઓ પાસે જવાનું નક્કી કર્યું. એમાં ઘણા સારા અનુભવ થયા, તો કોઈકે એમ પણ કહ્યું કે ડુંગરા ચડીને જડીબુટ્ટીઓ લાવશે! ખેર, આ બધા પ્રસંગો પછી અમે અમારા સમાજના ચંદ્રકાન્તભાઈ ગોગરીને અપ્રોચ કર્યો અને તેઓએ પહેલી વખતમાં જ કેવલને પૂરું ફન્ડિંગ આપવાનું નક્કી કર્યું. એમાં ‘મિડ-ડે’માં આવેલા કેવલના ચો યુ પહાડના ક્લાઇમ્બિંગ ઍડ્વેન્ચરના રર્પિોટે પણ બહુ મોટો રોલ ભજવ્યો. નવનીત હાઉસે પણ સર્પોટ કર્યો. આ બધું કેવલે એકલાહાથે મૅનેજ કર્યું અને એમાં તેની માનસિક શક્તિ સારી ડેવલપ થઈ. હવે શારીરિક સજ્જતા માટે કમર કસવાની હતી. કેવલ દિવસના ત્રણ કલાક સ્વિમિંગ, ત્રણ કલાક વૉકિંગ અને રનિંગ કરતો. એક્સપિડિશન પહેલાં તેણે બે વખત એવરેસ્ટ બેઝ કૅમ્પનું ટ્રેકિંગ કર્યું. તે ત્રીજી એપ્રિલથી નેપાલ છે, જ્યાં તેણે અનેક નાનાં-મોટાં ટ્રેક કયાર઼્ અને એ રીતે તે ચુસ્ત બન્યો.

આ વર્ષે દુનિયાભરના ૮૪૨ પર્વતારોહકોની ૧૦૬ ટીમમાં તે એવરેસ્ટ ચડશે જેમાં ભારતના ૭૭ હાઇકર્સ છે. પહેલા બૅચમાં કુલ ૪૧ ટીમમાં ૩૭૮ ટ્રેકર્સે સમિટ સર કરી લીધું. પ્યૉર વેજિટેરિયન કેવલ કક્કા આ ૧૭૮ ટ્રેકરમાંનો એક હતો. પ્લાન પ્રમાણે તેણે ૧૬ મેએ એવરેસ્ટ પર કદમ મૂક્યાં. તેની ટીમ સાઉથ કોલના રૂટથી એવરેસ્ટ ચડી. કેવલે એવરેસ્ટ લોત્સે ક્લાઇમ્બિંગ માટે ૨૨ એપ્રિલે ચડવાનું શરૂ કર્યું જે ૨૩ મેએ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પૂરું થશે અને ૧ જૂન આસપાસ કેવલ મુંબઈ પાછો આવશે.


આ પણ વાંચોઃ કૉલમઃમજા પડી જાય એવાં છે મુંબઈનાં મ્યુઝિયમ

એક્સપિડિશન એજન્સી દ્વારા મિશન પૂરું થયાના સમાચાર પોતાનાં કુળદેવી સમક્ષ મળે અ માટે હિરેનભાઈ કચ્છના બેરાજા ગામમાં તેમના મામલ માતાના મંદિરે પહોંચી ગયા હતા અને મમ્મી નીલમબહેને આખી રાત કેવલની સુખાકારી માટે રેકી અને હીલિંગ કર્યું હતું. અત્યંત હર્ષ અનુભવતું કક્કા-ફૅમિલી કહે છે કે હવે અમે આખી ટીમ સુખરૂપ નીચે આવી જાય એવી પ્રાર્થના કરીએ છીએ.

 

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 09:50 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK