Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાષ્ટ્રપતિને અપીલ : કેવડિયાની જમીન પર રેલવેલાઇનનું ઉદ્ઘાટન ન કરો

રાષ્ટ્રપતિને અપીલ : કેવડિયાની જમીન પર રેલવેલાઇનનું ઉદ્ઘાટન ન કરો

26 December, 2018 12:08 PM IST |

રાષ્ટ્રપતિને અપીલ : કેવડિયાની જમીન પર રેલવેલાઇનનું ઉદ્ઘાટન ન કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ


શૈલેષ નાયક

ગુજરાતમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે કેવડિયા ખાતે સરદાર પટેલની પુણ્યતિથિએ શનિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેવડિયા–વડોદરા રેલવેલાઇનનું ભૂમિપૂજન કરવા માટે આવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોમાં આ રેલવેલાઇનને લઈને વિરોધ ઊઠuો છે અને રાષ્ટ્રપતિને એક અરજી લખીને કેવડિયાની હદની વિવાદિત જમીન પર રેલવે-સ્ટેશન કે રેલવે-લાઇનનું ઉદ્ઘાટન ન કરવા માટે ગ્રામજનોએ અપીલ કરી છે.



આદિવાસી સોશ્યલ ઍક્ટિવિસ્ટ ડૉ. પ્રફુલ્લ વસાવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અહીં જમીનનો વિવાદ ચાલે છે, જમીન સંપાદિત થઈ નથી તો કેવી રીતે રેલવેની પરમિશન આપી છે? કેવડિયા ગામ પ્રાથમિક શાળા પાસે મળેલી ગ્રામસભામાં કેવડિયાના ગ્રામજનોએ સભામાં ઠરાવ કર્યો છે અને એની જાણ કરતો પત્ર રાષ્ટ્રપતિને લખીને મોકલ્યો છે.’


નર્મદા જિલ્લાના કોઠી (કેવડિયા) ગ્રુપ ગ્રામપંચાયતની પાંચ ડિસેમ્બરે મળેલી ગ્રામસભામાં ઠરાવ થયો હતો કે ગામ કેવડિયાની હદમાં રેલવે-લાઇન કે રેલવેસ્ટેશનના બાંધકામ માટે ગ્રામસભા મંજૂરી નથી આપતી. આ ઠરાવની નકલ સાથે ગ્રામજનોએ રાષ્ટ્રપતિને તેમ જ નર્મદા કલેક્ટરને અરજી લખી છે અને એ અરજી ગઈ કાલે નર્મદા કલેક્ટર કચેરીમાં આપવામાં આવી છે. આ અરજીમાં જણાવ્યું છે કે ‘ગ્રામસભાએ ભારતીય બંધારણને અનુલક્ષીને ઠરાવો કર્યા છે જેથી જો રેલવેસ્ટેશન કે રેલવેલાઇનનું ઉદ્ઘાટન થશે તો એ ભારતીય બંધારણની વિરુદ્ધ ગણાશે. આથી આપને સમસ્ત કેવડિયા ગ્રામજનો નમþ અપીલ કરે છે કે અમારા ગામ કેવડિયા હદની વિવાદિત જમીન પર રેલવે-સ્ટેશન કે રેલવેલાઇનનું ઉદ્ઘાટન ન કરો.’

વધુમાં એવું પણ જણાવ્યું છે કે આપ કેવડિયા વિસ્તારમાં આવો છો તો સ્ટૅચ્યુ ઑફ યુનિટી સરદાર સરોવર નર્મદા ડૅમથી અન્યાય થઈ રહ્યો છે એ વિશે આદિવાસીઓની સમસ્યાઓ સાંભળવા માટે રૂબરૂ મળવાનો સમય આપશો.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 12:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK