બાપા આવ્યા પણ બૅટ ગયું

Published: 23rd December, 2012 04:37 IST

ઇલેક્શન કમિશનના નિયમ મુજબ કેશુભાઈ પટેલની પાર્ટી છ ટકા વોટ મેળવી શકી નથી એટલે તેઓ ચૂંટણીચિહ્ન વાપરી શકશે નહીંગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં ગુજરાતની ૧૮૨ બેઠકમાંથી ૧૭૯ બેઠક પર ઇલેક્શન લડનારી જીપીપીના અસ્તિત્વ પર યક્ષપ્રશ્ન છે ત્યાં જ એવા સમાચાર આવ્યા છે કે આવતા કોઈ પણ ઇલેક્શનમાં કેશુભાઈ પટેલ પોતાની પાર્ટીના સિમ્બૉલ તરીકે હવે બૅટ નહીં વાપરી શકે. ઇલેક્શન કમિશનના નિયમ મુજબ નવી પાર્ટી જો નિશ્ચિત બેઠક પર છ ટકા મત મેળવવામાં નિષ્ફળ જાય તો એ પાર્ટીના બધા ઉમેદવારોને એક સિમ્બૉલ વાપરવાની પરમિશન રદ કરવામાં આવે એટલું જ નહીં, પાર્ટીએ સોએ એક બેઠક પણ મિનિમમ જીતવી પડે. આ નિયમ અનુસાર બૅટનું સિમ્બૉલ જાળવી રાખવા માટે ગુજરાતમાં રહેલી ૧૮૨ બેઠક માટે કેશુભાઈ પટેલે મિનિમમ બે બેઠક અને છ ટકા મત મેળવવા જરૂરી હતું.

કેશુભાઈ પટેલની જીપીપીને બે બેઠક મળતાં એક નિયમ તો પૂરો થયો હતો, પણ છ ટકા મત મેળવવાના બીજા નિયમની પુષ્ટિ ગઈ કાલે ઇલેક્શન કમિશને કરી કે જીપીપીને જરૂરી એવા છ ટકા એટલે કે કુલ મત ૧૬,૨૯,૫૧૭ને બદલે માત્ર ૩.૫૯ ટકા એટલે કે ૯,૪૭,૬૫૪ મત જ મળ્યાં છે. આ જ કારણે હવે જો જીપીપીનું અસ્તિત્વ રહેશે તો પણ હવે પાર્ટી પોતાના સિમ્બૉલ તરીકે બૅટનો ઉપયોગ નહીં કરી શકે. બધા ઉમેદવારોને એક બૅટના સિમ્બૉલને બદલે હવે ઇલેક્શન કમિશન અલગ-અલગ સિમ્બૉલ આપશે અને એ અલગ-અલગ સિમ્બૉલ સાથે લડવાનું રહેશે.

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK