Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડશે

કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડશે

26 September, 2012 02:49 AM IST |

કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડશે

કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક પરથી ચૂંટણી લડશે



કેશુભાઈ પટેલ વિસાવદરની બેઠક પરથી અગાઉ ૪ વખત ચૂંટણી લડ્યા છે અને ચારેય વખત જંગી બહુમતીથી જીત્યા છે. ગઈ કાલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘પહેલાં અમે મહત્વની બેઠક પરથી ઉમેદવારો મૂકવાના હતા, પણ કાશીરામ રાણાના દેહાંત પછી સ્ટ્રૅટેજી બદલી છે. હવે ગુજરાત પરિવર્તન પાર્ટી ગુજરાતની તમામ ૧૮૨ બેઠક પરથી ઇલેક્શન લડશે.’

સોનિયા ગાંધી આવશે ગુજરાત

છેલ્લા બે મહિનાથી હપ્તાવાર ચૂંટણીઢંઢેરો જાહેર કરી રહેલી કૉન્ગ્રેસ પાર્ટી મંગળવારથી એટલે કે ગાંધી જયંતીના દિવસથી ગુજરાતમાં ઑફિશ્યલ ઇલેક્શન-કૅમ્પેન શરૂ કરી રહી છે. આ કૅમ્પેન શરૂ કરવા માટે કૉન્ગ્રેસ પાર્ટીનાં ચૅરપર્સન સોનિયા ગાંધી ગુજરાત આવી રહ્યાં છે.

કૉન્ગ્રેસના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘પાર્ટીના એક નજીકના જ્યોતિષની સલાહ મુજબ આ કામ કોઈ મહિલા પાસે કરાવવાનું હોવાથી અમે સોનિયા ગાંધી સમય આપે એની રાહ જોતા હતા. સોનિયા ગાંધીએ બીજી તારીખ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 September, 2012 02:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK