કેરળની પહેલ, મહિલાઓની સુરક્ષા માટે ઑલ વિમેન પોલીસ-ટીમ

Published: 23rd December, 2012 04:42 IST

દેશભરને હચમચાવી દેનારા દિલ્હીના ગૅન્ગ-રેપની ઘટના બાદ અન્ય રાજ્યોની સરકારો મહિલાઓની સુરક્ષા માટે માત્ર વાતો જ કરી રહી છે ત્યારે કેરળની સરકારે આ દિશામાં એક નવી પહેલ કરી છે.

કેરળ સરકારે મહિલાઓ સામેના અત્યાચારો રોકવા તથા આ પ્રકારના કેસોની તપાસ અને ટ્રાયલ ઝડપથી થાય એ માટે સ્પેશ્યલ પોલીસ-ટીમની રચના કરી છે. ખાસ વાત એ છે કે આ ટીમની તમામ સભ્ય મહિલા પોલીસ-ઑફિસર છે. આ ટીમ રાજ્યમાં કોઈ પણ સ્થળે છેડતી, બળાત્કાર કે જાતીય સતામણી જેવા મહિલાઓ સામેના અત્યાચારના કેસ હૅન્ડલ કરશે. કેરળના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (આઇજીપી) બી. સંધ્યા આ ટીમનું નેતૃત્વ કરશે. આ ટીમમાં ઉમા બહેરા, અજિતા બેગમ તથા ચંદન ચૌધરી નામનાં સિનિયર આઇપીએસ મહિલા-અધિકારી પણ સામેલ છે. આ ટીમ માત્ર તપાસની કામગીરી જ નહીં કરે, પીડિત મહિલાને ન્યાય મળે એ માટે પણ કામ કરશે. કેરળ સરકારની આ નવતર પહેલને ઘણાએ વખાણી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK