Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Shocking: પાર્કિંગ કરો તો આ રીતે કરો નહિંતર ન કરો, જુઓ આ ડ્રાઇવરની કમાલ

Shocking: પાર્કિંગ કરો તો આ રીતે કરો નહિંતર ન કરો, જુઓ આ ડ્રાઇવરની કમાલ

08 September, 2020 09:24 PM IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Shocking: પાર્કિંગ કરો તો આ રીતે કરો નહિંતર ન કરો, જુઓ આ ડ્રાઇવરની કમાલ

સાંકડી જગ્યામાં પાર્ક કરેલી ઈનોવા

સાંકડી જગ્યામાં પાર્ક કરેલી ઈનોવા


સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરસ થઈ રહ્યો છે જેમાં એક માણસ SUV ઈનોવાને ટ્રીકથી પાર્ક કરે છે. આ વીડિયો જોઈને હજારો લોકો ડ્રાઈવરની સ્કીલથી પ્રભાવિત થયા છે. કેરળના આ ડ્રાઈવરને પહેલા તો ખબર જ નહોતી કે તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.




એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર આ વ્યક્તિનું નામ પીજે બીજુ છે, જે કેરળના મનંથાવાદીનો છે. વીડિયોમાં બીજુ તેની વાઈટ ઈનોવાને નાનકડી જગ્યામાં સહેલાઈથી પાર્ક કરે છે. પહેલા જોતા એમ જ લાગે કે એટલી જગ્યામાં આટલી મોટી SUV પાર્ક થાય જ નહી પરંતુ આ વ્યક્તિ ગણતરીની સેકંડમાં કારને પાર્ક કરે છે, એટલું જ નહીં કારની પાછી બહાર પણ એટલી જ સરળતાથી કાઢે છે.

એક યુઝરે આ વીડિયો શૅર કરતા લખ્યું કે, આ મલ્યાલી ડ્રાઈવરની સ્કીલ અને કોન્ફીડન્સને સેલ્યુટ છે. આ વીડિયોના ઘણા વર્ઝન વાયરલ થયા હતા.


PJ biju

બીજુએ કહ્યું કે, આ મારા ફ્રેન્ડની કાર છે, મારે અમૂક પેઈન્ટનું કામ કરવાનું હતું, તેથી રવિવારે હું આ કારને એક વર્કશોપમાં લઈ ગયો હતો. હું જ્યારે કાર પાર્ક કરતો હતો ત્યારે મારી વાઈફે અને પાર્કિંગની આસપાસ ઉભા વ્યક્તિઓએ વીડિયો લીધો હતો. મને ખબર નહીં કે મારી વાઈફે વીડિયો લીધો છે. વાયરલ થયા બાદ મને ખબર પડી કે હું જ્યારે પાર્કિંગ કરતો હતો ત્યારે મારો વીડિયો લેવાયો હતો. હું વર્ષોથી એર્નાકુલમ-કન્નુર રૂટમાં બસ ચલાવુ છે જેની લંબાઈ સાડા બાર મીટર જેટલી હોય છે. કોઈ પણ કાર હોય તમારા મગજમાં એક પીચ્ચર બની જવુ જોઈએ. આ સમજણ અને કોન્ફીડન્સનો વિષય છે.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2020 09:24 PM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK