કસ્તુરબા હોસ્પિટલે જેમને ટેસ્ટની જરૂર નહીં હોવાનું કહ્યું એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ મળ્યો

Published: Mar 23, 2020, 08:20 IST | Arita Sarkar | Mumbai Desk

દરદીને રવિવારે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા એના નવ દિવસ પહેલાં દરદીના કુટુંબીજનો વાઇરસના સંસર્ગમાં આવ્યા હતા. રવિવારે પાલિકાએ બહાર પાડેલી ક્વૉરન્ટીન કરેલા દરદીઓની યાદીમાં નિશાંત કુમારનું નામ નહોતું.

કસ્તુરબા હૉસ્પિટલ
કસ્તુરબા હૉસ્પિટલ

દક્ષિણ મુંબઈના એક ૪૫ વર્ષના દરદીને કસ્તુરબા હોસ્પિટલે પાછો મોકલ્યાના પાંચ દિવસ પછી એનો કોરોના વાઇરસનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. હવે એ દરદીને ક્વૉરન્ટીન કરવા ઉપરાંત એમની પત્ની અને ચાર સંતાનો અને એક પિતરાઈ ભાઈનાં પણ સેમ્પલ્સ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. એ દરદીને રવિવારે ક્વૉરન્ટીન કરવામાં આવ્યા એના નવ દિવસ પહેલાં દરદીના કુટુંબીજનો વાઇરસના સંસર્ગમાં આવ્યા હતા. રવિવારે પાલિકાએ બહાર પાડેલી ક્વૉરન્ટીન કરેલા દરદીઓની યાદીમાં નિશાંત કુમારનું નામ નહોતું.
કસ્તુરબા હોસ્પિટલ સહિત મુંબઈના વિવિધ કોરોના ટેસ્ટ સેન્ટર્સમાં એકપણ શંકાસ્પદ દરદી પૂર્ણ ચકાસણી વગર ન રહે એની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવતી હોવા છતાં કેટલાક કેસ કોઈ છટકબારીમાંથી નીકળી જાય છે. દક્ષિણ મુંબઈના ૪૫ વર્ષના એક દરદીના કિસ્સામાં મુંબઈ મહાનગરપાલિકાનાં કાર્યકારી આરોગ્ય અધિકારી પદ્મજા કેસકરે જણાવ્યું હતું કે નિશાંત કુમાર પહેલી વખત આવ્યા ત્યારે એમનો કેસ શંકાસ્પદ દરદીઓના કોરોના વાઇરસના સંસર્ગના ટેસ્ટ સંબંધી ધારાધોરણોને અનુકૂળ કેસ નહીં હોવાથી અમે એનો ટેસ્ટ કર્યો નહોતો.
દિલ્હીથી આવેલા દરદીની કોઈ પરદેશની ટ્રાવેલ હિસ્ટરી નહીં હોવાને કારણે કસ્તુરબા હોસ્પિટલમાં એનો ટેસ્ટ કરવામાં આવ્યો નહોતો. નિશાંત કુમાર નામના આ દરદીને કસ્તુરબા હોસ્પિટલમાં ક્વૉરન્ટીન કરતા પહેલાં એમને સૈફી હોસ્પિટલમાં ત્રણ દિવસ દાખલ કરવામાં આવ્યા હતા.
દરદીના સગાંએ જણાવ્યું હતું કે નિશાંત કુમારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. તેઓ ૮ માર્ચે દિલ્હી ગયા અને ૧૨ માર્ચે ત્યાંથી પાછા આવ્યા. એમને તાવ, માથાના દુખાવા અને ખાંસીની વ્યાધિઓની સારવાર માટે ૧૬ માર્ચે સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૈફી હોસ્પિટલના ડોક્ટરોએ અમને ટેસ્ટ માટે કસ્તુરબા હોસ્પિટલમાં મોકલ્યા હતા. કસ્તુરબા હોસ્પિટલના ડોક્ટરોએ અમને ઘણા સવાલો પૂછ્યા હતા. છેવટે એમને કોરોના ટેસ્ટ કરાવવાની જરૂર નહીં હોવાનું કહ્યું હતું. એમને પાછા લઈ ગયા બાદ એકાદ દિવસ સારું લાગ્યું હતું. પરંતુ ત્યાર પછી એમને ઝાડા-ઉલટી થવા માંડ્યા હતા. નિશાંત કુમારને અમે સૈફી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. એમને ૧૮થી ૨૧ માર્ચ સુધી સૈફી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા એ સમયગાળામાં એમનો કોરોના ઇન્ફેક્શનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો.
કોન્ગ્રેસના વિધાન સભ્ય અમીન પટેલે વિદેશોના પ્રમાણમાં ભારતમાં ટેસ્ટિંગ ફેસિલીટીઝ ઓછી હોવાનું જણાવતાં ઉમેર્યું હતું કે આ સંજોગોમાં પ્રાઇવેટ લેબોરેટરીઝને પણ ટેસ્ટ કરવાની છૂટ આપવાની જરૂર છે. શહેરના લોકો પણ હોમ ક્વૉરન્ટીન અને જનતા કરફ્યુનું મહત્ત્વ સમજ્યા વગર ચાના સ્ટોલ પર કે બગીચામાં કે દરિયા કિનારે રખડવા નીકળી પડતા હોય છે. લોકોએ અને સરકારે પરિસ્થિતિની ગંભીરતા સમજવી જોઇએ. પ્રાઇવેટ લેબોરેટરીઝને કોરોના ટેસ્ટની છૂટ આપવામાં આવે તો સ્થિતિ સુધરી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK