Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી

અનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી

01 July, 2019 11:03 AM IST | કાશ્મીર

અનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી

અનોખી રિક્ષાસવારીઃ ટૂક-ટૂકમાં ૧૫ દેશના ૪૫ લોકોએ લેહથી શિમલાની સફર કરી


ગયા અઠવાડિયે કાશ્મીરના સૌથી રોમાંચક અને નયનરમ્ય વિસ્તારમાં કેટલાક વિદેશીઓએ રિક્ષાયાત્રા કરીને એક અનોખું અભિયાન છેડ્યું હતું. યુગાન્ડા અને ન્યુ ઝીલૅન્ડ જેવા લગભગ ૧૫ દેશના કુલ ૪૫ લોકોએ કાશ્મીરમાં લેહથી શરૂ કરીને શિમલા સુધીની રિક્ષાસવારી કરી હતી. કાશ્મીરથી લેહનો રસ્તો ઑટોરિક્ષામાં સફર કરવાનું અઘરું છે, પરંતુ વિદેશી સાહસિકોએ આ ચૅલેન્જ ખાસ ચૅરિટી ભંડોળ એકત્ર કરવા માટે અને પર્યાવરણનો સંદેશો ફેલાવવા માટે ઉઠાવી હતી. આ માટે ૧૦૦૦ કિલોમીટરની રિક્ષાસવારી કરી ૪૫ વિદેશીઓ ૧૫ રિક્ષામાં સાત અલગ રૂટથી શિમલા પહોંચ્યા હતા. દરેક રિક્ષામાં ત્રણ જણે સવારી કરી હતી. આ રિક્ષાયાત્રાથી પર્યાવરણ સંરક્ષણ માટે વધુ વૃક્ષો વાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બચ્ચાને ખાવાનું નહીં, સિગારેટનું ઠૂંઠું ખવડાવતું પંખી જોયું છે?



એ ઉપરાંત મળેલા અન્ય ભંડોળમાંથી યુગાન્ડામાં એક સ્કૂલ ખોલવામાં આવશે. સામાન્ય રીતે ઑટોરિક્ષા શહેર-ગામના નૉર્મલ રસ્તાઓ પર ચાલવા માટે હોય છે, પરંતુ પહાડી વિસ્તારમાં એની સફર કરવાનું જોખમી અને રોમાંચક બન્ને હતું એવું આ સાહસિકોનું કહેવું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 11:03 AM IST | કાશ્મીર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK