રાજ્યના છેલ્લા જલ્લાદની કઈ ઇચ્છા અધૂરી રહી?

Published: 13th September, 2012 04:11 IST

૩૩ વર્ષની સર્વિસ દરમ્યાન અજુર્ન જાધવે ૧૦૧ લોકોને ફાંસીના માંચડે લટકાવ્યાસોમવારે રાત્રે સોલાપુરની સિવિલ હૉસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ રાજ્યના છેલ્લા જલ્લાદ અજુર્ન જાધવનું અવસાન થયું હતું. પાકિસ્તાની આતંકવાદી અજમલ કસબને ફાંસી આપવાની તેમની છેલ્લી ઇચ્છા તેઓ પૂરી કરી શક્યા નહોતા. તેમની પુત્રી દુર્ગાએ કહ્યું હતું કે તેઓ ડૉક્ટરોને વિનંતી કરતા હતા કે તેમને જલ્દીથી સાજા કરવામાં આવે, કારણ કે તેમને એવી ખાતરી હતી કે અજમલ કસબને ફાંસી પર ચડાવવા માટે રાજ્ય સરકારને તેમની જરૂર પડશે.

મંગળવારે સોલાપુરમાં આવેલા યાવલી ગામમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી. જનરલ અરુણકુમાર વૈદ્યની હત્યા કરનાર જિંદા તથા સુખા નામના આતંકવાદીઓને ફાંસી પર તેમણે ચડાવતાં કેટલાક લોકો તેમના ઘર વિશે પૂછપરછ કરતા હતા એટલે તેમણે પોતાનું નિવાસસ્થાન પણ બદલ્યું હતું. યેરવડા સેન્ટ્રલ જેલમાં ૩૩ વર્ષ નોકરી કર્યા બાદ ૧૯૯૬માં રિટાયર થયેલા અજુર્ન જાધવે કુલ ૧૦૧ દોષીને ફાંસીના માંચડે લટકાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK