Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસી ધારાસભ્ય ચાલુ બેઠકે મોબાઇલમાં પૉર્ન જોતાં ઝડપાયા

કૉન્ગ્રેસી ધારાસભ્ય ચાલુ બેઠકે મોબાઇલમાં પૉર્ન જોતાં ઝડપાયા

31 January, 2021 12:26 PM IST | Bangalore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસી ધારાસભ્ય ચાલુ બેઠકે મોબાઇલમાં પૉર્ન જોતાં ઝડપાયા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કર્ણાટક વિધાન પરિષદની ચાલુ બેઠકે પોતાના મોબાઇલ ફોન પર પૉર્ન ક્લીપ માણી રહેલા કૉન્ગ્રેસી વિધાનસભ્ય સામે હોબાળો થયો હતો. આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.

કૉન્ગ્રેસી ધારાસભ્ય પ્રકાશ રાઠોડની આ વિડિયો ક્લીપે ચકચાર જગાડી હતી. બીજેપીએ આ કૉન્ગ્રેસી ધારાસભ્ય પર એવો આક્ષેપ કર્યો હતો કે તેણે વિધાન પરિષદની ગરિમાને કલંકિત કરી હતી. પ્રકાશ રાઠોડે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવું જોઈએ.



પ્રકાશ રાઠોડ વિધાન પરિષદની ચાલુ બેઠકમાં સ્માર્ટ ફોન પર પૉર્નની મોજ માણી રહ્યા હતા એેવી વિડિયો ક્લીપ કન્નડ ભાષી એક ટીવી ચૅનલે કેટલોક હિસ્સો બ્લર્ડ કરીને ટેલિકાસ્ટ કર્યો હતો. એ સાથે ચોમેર હોહા મચી ગઇ હતી. બીજેપીએ પ્રકાશ રાઠોડની અને ખાસ તો કૉન્ગ્રેસી કલ્ચરની ટીકા કરી હતી અને સ્પીકર સમક્ષ રજૂઆત કરી હતી કે આ ધારાસભ્યને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે.


પ્રકાશ રાઠોડે મીડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે વિધાન પરિષદમાં પ્રશ્નોત્તર કાળ ચાલી રહ્યો હતો અને હું મારા મોબાઇલમાં કયો સવાલ પૂછવો એની સામગ્રી તપાસી રહ્યો હતો. પૉર્ન જોઈ રહ્યો હોવાના મારા પર મુકાઈ રહેલા આક્ષેપો નાપાયાદાર અને ખોટા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારા ફોનની મેમરી ફુલ હતી એટલે હું કેટલીક ફાઇલ્સ ડિલિટ કરી રહ્યો હતો. આવી સાવ સામાન્ય બાબતને બીજેપીએ વિકૃત રૂપ આપી દીધું હતું. કૉન્ગ્રેસે સંબંધિત ટીવી ચૅનલને પણ એવી અપીલ કરી હતી કે સાચી વાત રજૂ કરો.

જોકે બીજેપી કંઈ દૂધે ધોયેલો નથી. ૨૦૧૨માં કર્ણાટકના શાસક પક્ષ બીજેપીના ત્રણ પ્રધાનો વિધાનસભાની ચાલુ બેઠકમાં મોબાઇલ પર અશ્લીલ ક્લીપ જોઈ રહ્યા હોવાનું વિધાનસભાના સીસીટીવી કૅમેરામાં ઝડપાયું હતું. એ પ્રસંગે બીજેપીને નીચાજોણું થયું હતું. જોકે હોબાળો થયા બાદ ત્રણે પ્રધાનોએ રાજીનામાં ધરી દીધાં હતાં. એ સમયે સહકાર પ્રધાન લક્ષ્મણ સાવડી, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સીસી પાટીલ અને વિજ્ઞાન તથા ટેક્નૉલૉજી પ્રધાન કૃષ્ણા પાલેમર સાથે જોડાયેલી આ ઘટનાએ ચકચાર મચાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 January, 2021 12:26 PM IST | Bangalore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK