‘સુશાંતના હત્યારા અને મૂવી-ડ્રગ્સ માફિયા સાથે આદિત્યની ઊઠબેસ’

Published: 15th September, 2020 09:43 IST | Mumbai Correspondent | Mumbai

મુંબઈથી પોતાના વતન મનાલીમાં પહોંચ્યા બાદ અભિનેત્રીએ કરેલા આવા ટ્વીટથી રાજકીય ધરતીકંપ આવવાની શક્યતા

આદિત્ય ઠાકરે
આદિત્ય ઠાકરે

અભિનેત્રી કંગના રનોટ મુંબઈમાં ચાર દિવસ રોકાયા બાદ ગઈ કાલે પોતાના વતન હિમાચલ પ્રદેશના મનાલી પહોંચી હતી. જોકે તેણે કરેલા એક ગંભીર ટ્વીટ દ્વારા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંકયો છે. તેણે પહેલી વખત આદિત્ય ઠાકરેનું નામ લેતા ટ્વીટમાં લખ્યું છે કે સુશાંતના હત્યારા, મૂવી-ડ્રગ્સ માફિયાઓ આદિત્યના સાથીઓ છે.

કંગનાએ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે કરેલા ટ્વીટમાં ઉદ્ધવ ઠાકરે બદલાની ભાવનાથી પોતાની સામે કાર્યવાહી કરી રહ્યા હોવાનું કહ્યું છે. ટ્વીટમાં તે કહે છે, ‘મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની મૂળ સમસ્યા એવી છે કે મેં મૂવી માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારા અને નશીલા પર્દાથનું રૅકેટ ખુલ્લું પાડ્યું છે. આ તમામ લોકો મુખ્ય પ્રધાનના લાડકા પુત્ર આદિત્યની સાથે હોય છે. આ મારો મોટો ગુનો છે. આથી જ તેઓ મારી પાછળ પડ્યા છે. ઠીક છે, જોઈએે કોણ કોને ખતમ કરે છે.’

કંગનાની આ ટ્વીટથી ફરી એક વખત મહારાષ્ટ્રમાં ધરતીકંપ આવવાની શક્યતા છે. કંગનાએ પહેલી વખત આદિત્ય ઠાકરેનું નામ લઈને ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK