કંગના રનૌત અને તેની બહેન રંગોલીને સમન્સ

Published: 21st October, 2020 21:35 IST | Vishal Singh | Mumbai

ટ્વિટ્સ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ભેદ રેખા દોરી હોવાનો આક્ષેપ

કંગના રનૌત અને રંગોલી ચાંદેલ
કંગના રનૌત અને રંગોલી ચાંદેલ

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સતત વિવાદોમાં રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાપ્ત માહિત અનુસાર બંનેને 26 અને 27 ઓક્ટોબરના રોજ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

સાહિલ અશરફ અશેદ સૈયદની ફરિયાદ બાદ બાન્દ્રા કોર્ટે તાજેતરમાં કંગના અને તેની બહેન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

અરજદારે અદાલતમાં અરજી કહ્યું છે કે,  કંગનાના ટ્વીટ ભડકાઉ છે. પિટિશનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કંગના ટીવી ચેનલો પર ઈન્ટરવ્યું અને તેના ટ્વિટ્સ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ભેદ રેખા દોરી રહી છે.

કંગના અને તેની બહેન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (એ) 153 (એ) અને 124 (એ) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

તે જ સમયે, 13 ઓક્ટોબરે, કર્ણાટક પોલીસે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાઓનો વિરોધ કરતા લોકો પરની ટિપ્પણી માટે કંગના સામે કેસ નોંધ્યો હતો. તુમાકુરુ પોલીસે કોર્ટના આદેશથી કેસ નોંધ્યો હતો. હકીકતમાં એડવોકેટ રામેશ નાયકે તાજેતરમાં જ એક ટ્વિટર સંદેશમાં કંગનાની પોસ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને આ માટે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK