Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઉદ્ધવ ઠાકરેએ કહ્યું આ છે 'નમક હરામી' તો કંગનાએ કર્યો આ પલટવાર

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું આ છે 'નમક હરામી' તો કંગનાએ કર્યો આ પલટવાર

26 October, 2020 01:09 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું આ છે 'નમક હરામી' તો કંગનાએ કર્યો આ પલટવાર

કંગના રણોત VS ઉદ્ધવ ઠાકરે

કંગના રણોત VS ઉદ્ધવ ઠાકરે


અભિનેત્રી કંગના રણોત (Bollywood Actress Kangana Ranaut) અને શિવસેના (Shiv Sena) વચ્ચે શાબ્દિક યુદ્ધ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યું. છેલ્લા કેટલાય દિવસોથી કંગના (Kangana Ranaut) અને મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thackeray)એ નામ લીધા વગર કંગના રણોત (Kangana Ranaut) પર નિશાન સાધ્યો છે. તો કંગના રણોતે સીએમનું નામ લઈને તેમના પર પલટવાર કર્યો છે. ઉદ્ધવ ઠાકરે કંગનાના નિવેદનોને 'નમક હરામી' કહી છે તો કંગનાએ પણ ટ્વીટ કરીને ચેતવણી આપી છે.

કંગનાના નિવેદનને ગણાવી 'નમક હરામી'
હકીકતે ગઈ કાલે દશેરાની રેલીનું સંબોધન કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું મહારાષ્ટ્ર સરકાર, મુંબઇ પોલીસ, તેમના પરિવાર અહીં સુધી કે આદિત્ય ઠાકરે પર પણ આક્ષેપ મૂકવામાં આવ્યા. તેમણે પોતાના સંબોધનમાં કંગનાના ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેણે મુંબઇની તુલના પીઓકે સાથે કરી હતી. ઉદ્ધવે આગળ જણાવ્યું કે, "કોઇકે કહ્યું હતું કે મુંબઇ પીઓકે જેવી છે... આ લોકો મુંબઇમાં કામ કરવા આવે છે અને પછી શહેરનું નામ ખરાબ કરે છે. આ એક પ્રકારની નમક હરામી છે."



સંજય રાઉતે કહ્યું હતું 'હરામખોર'
ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું, "એક એવી સ્ટોરી બનાવવામાં આવી છે કે જેમ મુંબઇ અને આખું મહારાષ્ટ્ર એક ડ્રગ હેવન છે અને અહીં બધાં ડ્રગ એડિક્ટ છે. મુંબઇ અને મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે કડક પગલા લેવામાં આવશે." નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે પહેલા શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે પણ પોતાના એક નિવેદનમાં કંગના રણોતને 'હરામખોર' કહ્યું હતું.


કંગનાએ પણ કર્યો પલટવાર
ઉદ્ધવના આ નિવેદન પછી કંગના રણોતે સોમવારે ટ્વીટ કરી પલટવાર કર્યો છે. કંગનાએ પોતાના ટ્વીટમાં લખ્યું, "બરાબર એ જ રીતે જેમ હિમાલયની સુંદરતા દરેક ભારતીયની છે, બરાબર એ જ રીતે મુંબઇ જે તક આપે છે તે આપણાં બધાં માટે સંબંધિત હોય છે. આ બન્ને મારા જ ઘર છે. ઉદ્ધવ ઠાકરે તમે અમારા પાસેથી અમારા લોકતાંત્રિક અધિકાર છીનવાનો અને અમને વહેંચવાનો પ્રયત્ન ન કરવો. તમારા ખરાબ ભાષણ તમારી ઇન્કમ્પીટન્સનું અશ્લીલ પ્રદર્શન કરે છે."


કંગનાએ પોતાના એક અન્ય ટ્વીટમાં કહ્યું, "રાઉતે મને હરામખોર કહી હતી અને હવે ઉદ્ધવે મને નમક હરામ કહી, તેમનો દાવો છે કે જો મને મુંબઇમાં જગ્યા ન મળી તો મને પોતાના રાજ્યમાં ખોરાક નહીં મળે. શરમ આવવી જોઇએ, હું તમારા દીકરાની ઉંમરની છું અને તમે એક સેલ્ફ મેડ સિંગલ મહિલા સાથે કેવી રીતે વાત કરો છો. ચીફ મિનિસ્ટર તમે નેપોટિઝ્મનું સૌથી ખરાબ પ્રૉડક્ટ છો."

કંગના પર નોંધાયો રાજદ્રોહનો કેસ
જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં કંગના રણોત સતત મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ મૂકી રહી છે. તેણે મુંબઇની તુલના પીઓકે સાથે કરી દીધી હતી અને કહ્યું કે મુંબઇમાં તેને ડર લાગે છે. ત્યાર બાદ શિવસેનાએ કંગનાની ટીકા પણ કરી હતી. દરમિયાન મુંબઇમાં અનેક અરજીઓ બાદ કોર્ટના આદેશ પર પોલીસે કંગના વિરુદ્ધ રાજદ્રોહ અને સાંપ્રદાયિકતા ફેલાવવાનો કેસ દાખલ કર્યો છે. મુંબઇ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2020 01:09 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK