કંગનાની મણિકર્ણિકા પ્રિન્ટ સાડીઓનું ધૂમ વેચાણ થશે?

Updated: Sep 13, 2020, 16:44 IST | Gujarati Mid-day Online Correspondent | Gujarat

શિવસેના સાથેના વિવાદ બાદ સોશ્યલ મીડિયામાં કંગનાના સપોર્ટમાં ઘણા લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. અભિનેત્રીના પોસ્ટર્સની સાથે સમર્થકો રસ્તા ઉપર માર્ચ કરતા દેખાઈ રહ્યા છે એવામાં સુરતમાં કંગનાના સપોર્ટમાં અલગ જ રીતનું સમર્થન જોવા મળી રહ્યું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટ છેલ્લા ખાસા સમયથી વિવાદમાં છે. શિવસેના સાથેના વિવાદ બાદ સોશ્યલ મીડિયામાં કંગનાના સપોર્ટમાં ઘણા લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. અભિનેત્રીના પોસ્ટર્સની સાથે સમર્થકો રસ્તા ઉપર માર્ચ કરતા દેખાઈ રહ્યા છે એવામાં સુરતમાં કંગનાના સપોર્ટમાં અલગ જ રીતનું સમર્થન જોવા મળી રહ્યું છે.

કંગનાની મુંબઈ ઓફિસ મુદ્દે સુરતના વેપારીએ કંગનાને સમર્થન આપતા તેના પ્રિંટવાળી ફેન્સી ક્રેપ સાડી લોન્ચ કરી છે. તેના પલ્લૂમાં કંગના રનોટનું મણિકર્ણિકા અવતાર જોવા મળી રહ્યું છે. પાલવમાં કંગના રનોટના ફોટોની સાથે I Support Kangana Ranaut, ઝાંસીની રાણી, Power Of Woman, મણિકર્ણિકા We Salute To Kangana લખેલું નજર પડશે. આથી સ્પષ્ટ છે કે વેપારીઓ આ સાડી અભિનેત્રીને સપોર્ટ કરવા માટે લોન્ચ કરી રહ્યા છે.

special saree

આ સાડીઓ સુરતના કપડાં વેપારી છોટુભાઈ અને રજત ડાવરે લોન્ચ કરી છે, જેમનું સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આલિયા ફેબ્રિક્સના નામથી પ્રતિષ્ઠિત છે. ઉત્પાદકોના આધારે આ તેમના અન્યાયની વિરુદ્ધ અને કંગના રનોટની સ્ટાન્ડર્ડની પ્રશંસા કરવાની કોશિશ છે. ઉત્પાદકોનો દાવો છે કે તેમને રોજ આ સાડીઓ માટે ભારે ઓર્ડર મળી રહ્યા છે. તેમ જ આ સાડીઓનું ઓનલાઈન પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK