મિડ-ડે ઇમ્પેક્ટ : કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં ૧૮ કર્મચારીઓની ભરતી થઈ

Published: 4th November, 2011 20:54 IST

બોરીવલીથી ગોરાઈ, મલાડ અને કાંદિવલી જેવા વિસ્તારોમાં લેટર પહોંચાડતી કાંદિવલી-વેસ્ટમાં આવેલી પોસ્ટ-ઑફિસમાં કર્મચારીઓની અછતને કારણે ટપાલનો ઢગલો થઈ ગયો હોવાનો અહેવાલ ૧૪ ઑક્ટોબરના મિડ-ડે LOCALમાં આવ્યો હતો.

 

પોસ્ટ-ઑફિસનું હૅન્ડલિંગ કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા અહેવાલ આવ્યાના થોડા દિવસ પછી ૧૮ કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. આટલા  લોકોની નિયુક્તિ કરવામાં આવ્યા પછી પણ પોસ્ટ-ઑફિસમાં કામ કરતા લોકોની સંખ્યા ઓછી છે. આને કારણે હજારો લેટર અને ડૉક્યુમેન્ટ્સના ઢગલા ઑફિસની બહાર અથવા તો અમુક વખત રસ્તા પર મૂકવા પડે છે.

ગોરાઈ, બોરીવલી-વેસ્ટ, કાંદિવલી-વેસ્ટ, મલાડ, માલવણી, મીઠચૌકી જેવા વિસ્તારો મોટી લોકવસ્તી ધરાવે છે. અહીં લેટરોના ઢગલાઓ પડ્યા રહેતા હતા. કાંદિવલીની પોસ્ટ-ઑફિસમાં આ પત્રો લોકો સુધી પહોંચાડવા માટેનો સ્ટાફ ન હોવાને કારણે હાલમાં ઑફિસની ખરાબ પરિસ્થિતિ છે. પોતાના પત્ર સમયસર મળતા ન હોવાથી સ્થાનિક લોકો હેરાન થઈ ગયા છે. કાંદિવલી-વેસ્ટમાં લાલચંદ ભવનની જૂની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૦૦૦ સ્ક્વેર મીટરની જગ્યાએ પોસ્ટ-ઑફિસ છે. આ ઑફિસને ૧૯ વર્ષની લીઝ પર લેવામાં આવી છે, પરંતુ કર્મચારીઓની અછતને કારણે લોકોને પોતાના પત્રો સમયસર મળતા જ નહોતા. અમુક વાર તો પત્રો સમયસર ન મળવાને કારણે લોકોને ઘણું નુકસાન થાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK