મહિને સાતથી બાર ટકા વ્યાજ આપવાના બહાને ૨૫ લોકો સાથે ૧.૮૪ કરોડ રૂપિયાની છેતરપિંડી

Published: Dec 01, 2014, 05:59 IST

કાંદિવલીના કલ્પેશ સચદેએ ત્રણ વર્ષ પછી મુદ્દલ ચૂકવવાની લાલચ પણ આપી હતી : બીજી ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડી


મુલુંડ પોલીસ-સ્ટેશને પચીસથી વધારે લોકો સાથે ૧,૮૪,૭૪,૦૦૦ રૂપિયાની ચીટિંગ કરનારા કાંદિવલીના રહેવાસી ૩૪ વર્ષના કલ્પેશ જિતેન્દ્ર સચદેની ધરપકડ કરી છે. કલ્પેશની ધરપકડ કર્યા બાદ મુલુંડ પોલીસે તેને ભોઈવાડા હૉલિડે કોર્ટમાં રજૂ કરતાં મૅજિસ્ટ્રેટે તેને બીજી ડિસેમ્બર સુધી પોલીસ-કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો.

કલ્પેશે ૨૦૧૨માં જીલ વેલ્થ ક્રીએટર્સ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરી હતી. શરૂઆતમાં તે કંપની ઘરેથી ચલાવતો હતો, પરંતુ પછીથી જુલાઈમાં તેણે ચારકોપમાં ઑફિસ શરૂ કરી હતી. તેણે એ પછી ચાર ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ ખોલી હતી. એમાં એક કંપનીની ઑફિસ ર્ફોટ વિસ્તારમાં અને બીજી કંપનીની ઑફિસ ડોમ્બિવલીમાં હતી. કલ્પેશ લોકોને દર મહિને સાતથી બાર ટકા વ્યાજ અને ત્રણ વર્ષ પછી મુખ્ય રકમ ચૂકવવાની લાલચ આપીને ઇન્વેસ્ટમેન્ટ મેળવતો હતો.

આવી લાલચમાં મુલુંડનો ૨૭ વર્ષનો બિઝનેસમૅન હિરેન લખાતી પણ ફસાયો હતો. તેણે ફેબ્રુઆરી ૨૦૧૪માં એ કંપનીમાં ૧૧ લાખ રૂપિયા રોક્યા. તેને બીજા મહિનાથી જ વ્યાજ મળવા માંડ્યું. જોકે બે કે ત્રણ મહિના વ્યાજ મેળવ્યા પછી તેને વ્યાજ મળવાનું બંધ થઈ ગયું. બે મહિના સુધી વ્યાજ ન મળતાં તેણે કલ્પેશનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કર્યા, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. તેની ઑફિસમાં તપાસ કરી તો ઑફિસ પણ બંધ હતી.

એ પછી તે ચારકોપ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો. એ પોલીસ-સ્ટેશનમાં અનેક પત્રો આપવા છતાં ફરિયાદ ન નોંધાઈ, પરંતુ મુલુંડ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી. આ કેસની વિગતો આપતાં મુલુંડ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ડૉ. અરુણકુમાર લોહારે જણાવ્યું હતું કે ‘આ ફરિયાદના આધારે તપાસ કરતાં અમને માહિતી મળી હતી કે કલ્પેશ ૨૯મીએ તેની મૅરેજ ઍનિવર્સરી હોવાથી ઘ્લ્વ્ ખાતે તેની પત્નીને મળવા આવવાનો છે. તેથી અમે છટકું ગોઠવીને કલ્પેશને તેના સાસરે પકડી લીધો હતો. તેણે ૨૫થી વધારે લોકોને છેતર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. હવે તેણે આ બધાં નાણાં ક્યાં રાખ્યાં છે એની અને તેની છેતરપિંડી કરવાની રીતરસમ જાણવા માટે પૂછપરછ અને તપાસ કરીશું. હિરેનની ફરિયાદ ૨૫ ઑગસ્ટે નોંધાયા પછી તે ૨૯ નવેમ્બરે પકડાયો હતો. તેની ધરપકડના સમાચાર મળ્યા પછી કેટલાક વધુ લોકો પણ પોલીસ-સ્ટેશને ફરિયાદો લઈને આવ્યા છે.’   

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK