Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમાં નવો બંધાનારો ફૂટઓવર બ્રિજ સ્કાયવૉકને જોડી દેવામાં આવશે

કાંદિવલીમાં નવો બંધાનારો ફૂટઓવર બ્રિજ સ્કાયવૉકને જોડી દેવામાં આવશે

04 November, 2011 09:08 PM IST |

કાંદિવલીમાં નવો બંધાનારો ફૂટઓવર બ્રિજ સ્કાયવૉકને જોડી દેવામાં આવશે

કાંદિવલીમાં નવો બંધાનારો ફૂટઓવર બ્રિજ સ્કાયવૉકને જોડી દેવામાં આવશે


 

આ માટે રેલવે સત્તાવાળાઓ સાથે વાતચીત ચાલી રહી છે એમ કાંદિવલી ખાતે સ્કાયવૉકનું બાંધકામ હાથ ધરનાર જે. કુમાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના ચીફ પ્રોજેક્ટ મૅનેજર સંદેશ મડોલકરે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને જણાવ્યું હતું. ફૂટઓવર બ્રિજનું કામ હાલમાં ચાલુ  થયું  છે. અન્ય સ્થળોએ બાંધવામાં આવેલા સ્કાયવૉકને રેલવે-સ્ટેશનના બ્રિજ સાથે જોડી દેવામાં આવ્યા છે માટે એનો ઉપયોગ કરવાનું નાગરિકોને સરળ પડે છે.

કાંદિવલી રેલવે-સ્ટેશન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી બંધાયેલા સ્કાયવૉકને અવરજવરના સ્થળે ઇનલેટ અને આઉટલેટ શા માટે આપી શકાયાં નથી એ વિશે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સ્ટેશનથી બે મિનિટના અંતરે આવેલા અને જ્યાં બસડેપો આવેલો છે એ છીતાભાઈ પટેલ રોડ પર આવેલી સુધરાઈની સ્કૂલ ખાતે ઇનલેટ અને આઉટલેટ આપવાનું અમારા પ્લાનમાં હતું, પરંતુ સ્કાયવૉકનો કેટલોક ભાગ સ્કૂલની ઇમારતને ટચ થતો હતો માટે સ્કૂલના સંચાલકોએ એની પરવાનગી ન આપી. સ્કાયવૉક માટે સ્ટેશનને લાગીને આવેલા મહાદેવભાઈ દેસાઈ રોડ, ઈએસઆઇસી હૉસ્પિટલ, ગૌશાળા અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નજીક ઇનલેટ અને આઉટલેટ આપવામાં આવ્યાં છે; જ્યાંથી લોકોની ખાસ અવરજવર રહેતી નથી. હાઇવેને પણ શા માટે સ્કાયવૉકથી ન જોડી શકાયો એમ પુછાતાં તેમણે કહ્યું હતું કે હાઇવે પર ફૂટપાથ નથી, ફૂટપાથ હોત તો શક્ય બન્યું હોત. ફૂટપાથ વગર સ્કાયવૉકને હાઇવે સાથે જોડવામાં આવ્યો હોત તો આવતાં-જતાં વાહનો સાથે એ લગોલગ થઈ જાય, જે રાહદારીઓ માટે સલામત ન ગણાત. સ્કાયવૉકને પગથિયાં ઉપરાંત એસ્કેલેટર પણ આપવામાં આવ્યાં છે. જોકે બપોરના સમયે તોફાનીઓ એસ્કેલેટર સાથે મસ્તી કરતા હોવાથી હાલમાં સવાર અને સાંજના ધસારાના સમયે જ એને ચાલુ રાખવામાં આવે છે.

રાહદારીઓની રાહત માટે સ્કાયવૉક તો બાંધવામાં આવ્યો છે, પરંતુ સ્કાયવૉકની ડિઝાઇન તૈયાર કરતી વખતે સત્તાવાળાઓએ વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે ખરો એવો સવાલ ઊભો થઈ રહ્યો છે. સ્કાયવૉક માત્ર ને માત્ર લોકોને લટાર મારવા માટે કે ફેરિયાઓને છત મળી રહે એ માટે જ બાંધવામાં આવ્યો હોય એમ જણાઈ રહ્યું છે. સ્કાયવૉકને કારણે માર્ગ પરની ભીડ ઓછી થવી જોઈતી હતી, પરંતુ એમ થયું નથી એમ કહેતાં ઉત્તર મુંબઈ જિલ્લા શિવસેના વ્યાપારી સંગઠનના વાઇસ પ્રેસિડન્ટ જયેશ શાહે જણાવ્યું હતું કે ‘કાયવૉકને રેલવે-બ્રિજ સાથે જોડી દેવામાં આવવો જોઈએ એવી તેમણે માગણી કરી હતી, આમ થશે તો જ એનો વધુ ને વધુ ઉપયોગ શક્ય બનશે. કાંદિવલીમાં ઈસ્ટ-વેસ્ટમાં વાહનની અવરજવર માટે રેલવે-ફાટક બંધ થઈ જતાં સ્ટેશન પર જવા માટે ઉતારુઓએ આમ પણ રેલવે-બ્રિજનો ઉપયગ કરવો જ પડે છે. ટ્રેનમાં આવતા-જતા ઉતારુઓ સ્કાયવૉકનો ઉપયોગ કરવાનું ટાળે છે, કારણ કે તેમણે રેલવે-બ્રિજના દાદરા ચડીને ત્યાંથી ઊતરીને પાછું સ્કાયવૉક તરફ જવું પડે છે. આ ઉપરાંત સ્કાયવૉકની નીચે ફેરિયા અને શાકભાજીવાળા અડિંગો જમાવીને બેસતા હોવાથી સ્થાનિક રહેવાસીઓને સ્ટેશન સુધી અવરજવર કરવામાં ભારે પરેશાની ભોગવવી પડે છે. અગાઉ જ્યારે ફાટક હતો ત્યારે અમારે વાહનોની અવરજવરનો ત્રાસ સહન કરવો પડતો હતો. રેલવેફાટક ૨૪ નવેમ્બર ૨૦૦૮થી બંધ કરવામાં આવ્યો છે.

સ્કાયવૉકનો ઉપયોગ ભલે હાલમાં ખાસ થતો ન હોય, એનો ફાયદો ભલે હાલમાં જણાતો ન હોય; પરંતુ ભવિષ્યમાં એનો ઉપયોગ વધશે અને ભાવિને ધ્યાનમાં રાખીને જ દરેક સ્થળના સ્કાયવૉકના પ્લાનિંગ કરવામાં આવ્યાં છે એમ છેલ્લાં ૩૫ વર્ષ કરતાં વધુ સમયથી આ વિસ્તારમાં રહેતા કાંદિવલી તેરાપંથ યુવક પરિષદના પ્રમુખ જૈન વિનોદ બી. ધાકડે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. સ્કાયવૉકની ક્ષમતાનો હાલમાં ૧૫ ટકા જ ઉપયોગ થઈ રહ્યો છે.

સ્કાયવૉકનો ઉપયોગ મૉર્નિંગ વૉક માટે પણ

અંદાજે ૧૦૨૫ મીટર લાંબા અને ચાર મીટર પહોળા આ સ્કાયવૉકના બાંધકામ પાછળ ૩૪.૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને ચાલુ વર્ષના જાન્યુઆરીથી મે મહિના દરમ્યાન તબક્કાવાર રીતે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સ્કાયવૉકનો ઉપયોગ સ્થાનિક નાગરિકો મૉર્નિંગ વૉક માટે પણ કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2011 09:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK