Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાઇકરોએ હૅન્ડબૅગ ખેંચતા રિક્ષામાં બેઠેલી મહિલા બહાર ફેંકાઈ

બાઇકરોએ હૅન્ડબૅગ ખેંચતા રિક્ષામાં બેઠેલી મહિલા બહાર ફેંકાઈ

26 December, 2014 03:05 AM IST |

બાઇકરોએ હૅન્ડબૅગ ખેંચતા રિક્ષામાં બેઠેલી મહિલા બહાર ફેંકાઈ

 બાઇકરોએ હૅન્ડબૅગ ખેંચતા રિક્ષામાં બેઠેલી મહિલા બહાર ફેંકાઈ



auto



૩૭ વર્ષની સૉફ્ટવેર એન્જિનિયર સ્મિતા પ્રમોદ ઇંગળે થાણે સ્ટેશનથી શૅરિંગ ઑટોમાં કલ્યાણ (વેસ્ટ)માં પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે ચાલતી ઑટોએ બાઇક પર સવાર બે વ્યક્તિઓએ ઑટોની નજીક આવીને તેની હૅન્ડબૅગ આંચકી લીધી હતી. અચાનક થયેલી આ ઘટનાથી તે ઑટોમાંથી નીચે પડી ગઈ હતી એટલે તાત્કાલિક તેને નજીકની ગોડબોલે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને જમણા હાથે અને કાંડા પર મલ્ટિપલ ફ્રૅક્ચર થયાં છે તેમ જ પગે ઈજાઓ થઈ છે. આ ઘટના નાની પરંતુ વ્યસ્ત લેનમાં થઈ હતી જ્યાં બાઇકસવારો તેની હૅન્ડબૅગ ઝૂંટવવામાં સફળ થયા હતા. બૅગમાં અંદાજે ૨૫૦૦ રૂપિયા જેટલી રોકડ રકમ હતી. જોકે તે ફોન પર વાત કરી રહી હતી એટલે ફોન બચી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 December, 2014 03:05 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK