Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આધુનિક શ્રવણ પોતાની માતાને યાત્રા કરાવવા ફરી સૌરાષ્ટ્ર આવ્યો

આધુનિક શ્રવણ પોતાની માતાને યાત્રા કરાવવા ફરી સૌરાષ્ટ્ર આવ્યો

02 August, 2012 05:39 AM IST |

આધુનિક શ્રવણ પોતાની માતાને યાત્રા કરાવવા ફરી સૌરાષ્ટ્ર આવ્યો

આધુનિક શ્રવણ પોતાની માતાને યાત્રા કરાવવા ફરી સૌરાષ્ટ્ર આવ્યો


shravanકૈલાસગિરિ જ્યાં સુધી વાહનની સગવડ હોય ત્યાં સુધી વાહનની સુવિધાનો ઉપયોગ કરે છે, પણ જ્યાં વાહનની સુવિધા ન મળે ત્યાં તે મા માટે શ્રવણ વાપરતો હતો એવી કાવડનો ઉપયોગ કરે છે. આ આધુનિક શ્રવણ આ અગાઉ મે મહિનામાં માને લઈને જૂનાગઢના ગિરનાર પર્વતની જાત્રા કરાવવા આવ્યો હતો અને કાવડમાં એક બાજુએ પોતાનો રોજિંદો સામાન અને બીજા પલ્લામાં માને બેસાડીને ગિરનાર પર્વત પર અંબાજી ટૂંક પર અને ગિરનાર પર્વત પર ૯૯૯૯ પગથિયાં ઊંચે બિરાજતા દતાત્રેય ભગવાનનાં દર્શન કરાવ્યાં હતાં. આ વખતે કૈલાસગિરિ પોતાની મમ્મીને ચોટીલામાં બિરાજતાં ચામુંડા માતાજીના અને સોમનાથમાં બિરાજતા સોમનાથ મહાદેવનાં દર્શન કરાવવા માગે છે. કૈલાસગિરિ માને છે કે મંદિરમાં બેઠેલા પથ્થરના ભગવાન કરતાં ભગવાનના સાક્ષાત્ દૂત બનીને આવેલી માની સેવા સૌથી ઉત્તમ છે અને હું એ જ કામ કરું છું.

 



કૈલાસગિરિની કાવડનું વજન ૧૫૫ કિલો જેટલું છે, જ્યારે તેમનાં ૮૧ વર્ષનાં માતુશ્રીનું વજન ૭૨ કિલો છે. કૈલાસગિરિ આ ૨૨૭ કિલો વજન ખભા પર ઉપાડીને ઊંહકારો કર્યા વિના માને જાત્રા કરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2012 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK