થર્ટીફસ્ર્ટ સેલિબ્રેટ કરવા આ વર્ષે કચ્છનું રણ પ્રવાસીઓમાં ફેવરિટ

Published: 25th December, 2011 04:51 IST

ગુજરાતના અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ, કચ્છના સફેદ રણમાં કચ્છ કાર્નિવલ અને સાપુતારામાં આજથી પૅરાગ્લાઇડિંગ ફેસ્ટિવલ શરૂ થતાં ગુજરાતમાં જાણે કાર્નિવલનો માહોલ ઊભો થઈ ગયો છે.


શૈલેશ નાયક


અમદાવાદ, તા. ૨૫
એમાં પણ કચ્છના વિખ્યાત સફેદ રણમાં થર્ટીફસ્ર્ટ સેલિબ્રેટ કરવા સહેલાણીઓનો ધસારો થતાં આજે અને ૩૧ ડિસેમ્બર માટે ટેન્ટ-સિટીમાં હાઉસફુલનાં પાટિયાં લાગી ગયાં છે.૨૫થી ૩૧ ડિસેમ્બરના ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને એક નાઇટ અને બે નાઇટ ૩ દિવસ માટેનું પ્રવાસન પૅકેજ જાહેર કરવામાં આવ્યું છે. માંડવીના દરિયાકિનારે બીચ ફેસ્ટિવલ યોજાશે. તો આ દિવસોમાં મ્યુઝિકલ પ્રોગ્રામ, કૅમલ અને હૉર્સ ડર્બી, કૅમ્પ ફાયર સહિતના કાર્યક્રમો યોજાશે.

ગુજરાત ટૂરિઝમ વિભાગે કહ્યું હતું કે ૨૫ અને ૩૧ ડિસેમ્બરે કચ્છમાં ટેન્ટ-સિટીના ૪૦૦થી વધુ ટેન્ટનું બુકિંગ થઈ ગયું છે. ૩૧મીએ ટેન્ટ-સિટીમાં એક-બે ટેન્ટનું બુકિંગ બાકી છે જેની ઇન્ક્વાયરી ચાલે છે એટલે હવે એ પણ પૅક થઈ જશે. જોકે ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન અન્ય દિવસોમાં પણ ૮૦ ટકાથી વધુ બુકિંગ થઈ ગયું છે.

બીજી તરફ અમદાવાદમાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરાવશે. કાંકરિયા કાર્નિવલમાં રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને સ્લમ એરિયાનાં ૩૦૦૦થી વધુ બાળકો કલ્ચરલ કાર્યક્રમો દ્વારા તેમનામાં રહેલી ટૅલન્ટને રજૂ કરશે.

ગુજરાતમાં સાપુતારા હિલ સ્ટેશને નાતાલના વેકેશનમાં ૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન પૅરાગ્લાઇડિંગ ટેન્ડમ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડિયન સાથે રશિયન, ચાઇનીઝ અને ફ્રેન્ચ પાઇલટ સહેલાણીઓને પૅરાગ્લાઇડિંગની રોમાંચક સફર કરાવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK