સુપ્રીમમાં ધર્મવિષયક મામલાઓમાં જસ્ટિસ નઝીરની સૌથી વધુ માગ

Published: Nov 10, 2019, 12:30 IST | New Delhi

અયોધ્યા જમીન વિવાદ કેસમાં શનિવારે ઐતિહાસિક ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચના એકમાત્ર મુસ્લિમ જજ જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર ધર્મને લગતા મામલાઓમાં સૌથી વધુ માગ ધરાવતા જજ છે.

અયોધ્યા
અયોધ્યા

(પી.ટી.આઇ.) અયોધ્યા જમીન વિવાદ કેસમાં શનિવારે ઐતિહાસિક ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચના એકમાત્ર મુસ્લિમ જજ જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર ધર્મને લગતા મામલાઓમાં સૌથી વધુ માગ ધરાવતા જજ છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ નઝીર ‘ટ્રિપલ તલાક’ના મામલે પાંચ જજોની બેન્ચનો પણ ભાગ રહી ચૂક્યા છે, પરંતુ તેમણે તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા જે. એસ. ખેહરની સાથે લઘુમતી ચુકાદો આપ્યો હતો.

આ પણ વાંચો : રામાયણ સિરિયલના રામ-લક્ષ્મણે ચુકાદાને આવકાર્યો

૩:૨ના ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે મુસ્લિમોમાં 1400 વર્ષ જૂની ‘ટ્રિપલ તલાક’ની પરંપરાના મુદ્દાને ગેરકાનૂની અને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. અયોધ્યા કેસમાં બંધારણીય બેન્ચનો ભાગ બનતાં અગાઉ જસ્ટિસ નઝીર તત્કાલીન જસ્ટિસ ઑફ ઇન્ડિયા દીપક મિશ્રા અને અશોક ભૂષણ સહિત ત્રણ જજોની બેન્ચનો ભાગ હતા. જેમણે ૨:૧ની બહુમતીથી તેના ૧૯૯૪ના ચુકાદા દ્વારા તેના ૧૯૯૪ના ચુકાદા પર પુનઃ ધ્યાન આપવાનો ઇનકાર કર્યો હતો, જેણે ઠરાવ્યું હતું કે ‘મસ્જિદ એ ઇસ્લામની પ્રસ્થાપિત રીતનો મહત્ત્વપૂર્ણ ભાગ નથી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK