Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર જસ્ટિસ નઝીરને મળસે Z સિક્યોરિટી

અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર જસ્ટિસ નઝીરને મળસે Z સિક્યોરિટી

18 November, 2019 11:30 AM IST | New Delhi

અયોધ્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર જસ્ટિસ નઝીરને મળસે Z સિક્યોરિટી

જસ્ટિસ અબ્દુલ નઝીર (PC : Jagran)

જસ્ટિસ અબ્દુલ નઝીર (PC : Jagran)


ભારતનો સંવેદનશીલ અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો આપનાર સુપ્રીમની બંધારણીય બેંચના ભાગ રહેલા જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને Z સિક્યુરિટી આપવાનું ભારત સરકારે નક્કી કર્યું છે. મળતી માહિતી મુજબ કટ્ટરપંથી સંગઠન તરફથી જસ્ટિસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને જોખમ હોવાનું સામે આવ્યું છે અને આ કારણથી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય તરફથી CRPF અને સ્થાનિક પોલીસને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને પુરતી સુરક્ષા આપવાના આદેશ અપાયા છે.

જસ્ટિસ નઝીર અને પરિવારને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરવામાં આવશે...
કેન્દ્ર સરકારના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળો અને સ્થાનિક પોલીસ કર્ણાટક અને દેશના અન્ય વિસ્તારમાં એફપીઆઇ તરફથી વધી રહેલા ખતરાને જોઈને જસ્ટિસ નઝીર અને તેમના પરિવારને તાત્કાલિક સુરક્ષા પ્રદાન કરશે. જસ્ટિસ નઝીર જ્યારે બેંગલુરૂમેંગલુરૂ અથવા રાજ્યના કોઇ પણ વિસ્તારમાં સફર કરશેતો તેમને કર્ણાટક કોટામાંથી ઝેડ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સુરક્ષા તેમના પરિવારજનોને પણ આપવામાં આવશે. ઝેડ શ્રેણીની સુરક્ષામાં અર્ધસૈનિક અને પોલીસના લગભગ 22 જવાન તૈનાત હોય છે.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરના રોજ અયોધ્યા મુદ્રે ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો
તમને જણાવી દઇએ કે
નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસને લઇને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેમાં 2.77 એકટ જમીન પર રામ મંદિર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો તથા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 11:30 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK