આ છે સૌથી યૂનિક લગ્ન: 5.5 ફૂટની દુલ્હન અને 3 ફૂટનો દુલ્હો, જાણો આખો મામલો

Published: 2nd December, 2020 17:21 IST | Gujarati Mid-day Online Correspondent | Junagadh

તાજેતરમાં ગુજરાતના જૂનાગઢમાં એક એવા લગ્ન થયા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે જૂનાગઢમાં પાંચ ફીટની એક છોકરીએ 3 ફીટના છોકરા સાથે લગ્ન કરીને એને પોતાનો જીવનસાથી બનાવી લીધો છે.

શાંતા મકવાણા અને રમેશ ભાઈ ડાંગર
શાંતા મકવાણા અને રમેશ ભાઈ ડાંગર

આખા વિશ્વમાં ફેલાયેલા ઝેરી કોરોના વાઈરસના આતંકથી લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે. ખાસ કરીને એ પ્રેમી-પંખીડાનો હાલ બેહાલ થયો છે, જેમનો આ વર્ષે લગ્ન કરવાનો પ્લાન હતો. દેવશયની એકાદશીથી દેશભરમાં લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને લોકો લગ્ન કરી રહ્યા છે, જેથી કરીને નિયમોનું પાલન થાય અને લોકો આ વાઈરસથી સંક્રમિત નહીં થાય.

તાજેતરમાં ગુજરાતના જૂનાગઢમાં એક એવા લગ્ન થયા છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. જણાવી દઈએ કે જૂનાગઢમાં પાંચ ફીટની એક છોકરીએ 3 ફીટના છોકરા સાથે લગ્ન કરીને એને પોતાનો જીવનસાથી બનાવી લીધો છે. મહત્વની વાત એ છે કે વરરાજાની ઉંમર દુલ્હન કરતા લગભગ 13 વર્ષ વધારે છે.

દુલ્હનનું નામ શાંતા મકવાણા છે જે અત્યારે 29 વર્ષની છે અને તે સત્યમ સેવા યુવક મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે શાંતા અંધ હોવાને કારણે કોઈ પણ લગ્ન કરવા તૈયાર નહોતું. એણે બીએડનો અભ્યાસ કર્યો છે. તેમ જ એના વરરાજાનું નામ રમેશ ભાઈ ડાંગર છે, જે જોધપુર તહસીલમાં રહે છે અને એની ઉંમર 42 વર્ષ છે અને વ્યવસાયે સરકારી શિક્ષક છે.

Love Is Blind આ વાત સાચી સાબિત કરી દીધી છે આ કપલે. ગુજરાતમાં શાંતા અને રમેશ ભાઈના લગ્નની ચર્ચા છવાયેલી છે. લોકો પણ બન્નેના લગ્નથી ઘણા ખુશ નજર આવી રહ્યા છે. લોકોનું એવું પણ કહેવું છે કે જો કદને છોડવામાં આવે તો બન્નેનો સંબંધ ઘણો સારો છે, કારણકે આ કપલ બન્ને ભણેલા છે. આ બન્નેના લગ્ન 30 નવેમ્બરના રોજ થયા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK