નવા ઘટસ્ફોટો જોઈતા હોય તો રોકડ રકમની સહાય કરો

Published: 25th October, 2011 18:59 IST

લંડન (ઇંગ્લૅન્ડ) : અનેક રહસ્યો ઉજાગર કરનાર વેબસાઇટ વિકીલીક્સ તાત્પૂરતી શાંત બની ગઈ છે. આ માટે વિકીલીક્સના સંસ્થાપક જુલિયન અસાન્જે અમેરિકાની નાણાકીય કંપનીઓએ ગેરકાયદે કરેલી આર્થિક નાકાબંધીને દોષ આપ્યો હતો.

 

અસાન્જેએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘વીઝા, માસ્ટરકાર્ડ, વેસ્ટર્ન યુનિયન અને પેપાલ જેવી કંપનીઓએ અમને ક્રેડિટ કાર્ડ વડે મળતું ડોનેશન બ્લૉક કરી નાખ્યું છે એટલે હવે અમારે ટકી રહેવા આક્રમક રીતે રોકડ રકમનું ફન્ડ ઉધરાવવું પડશે. અમે અમેરિકાના વિદેશ મંત્રાલયના અઢી લાખ સીક્રેટ કેબલ છાપતાં અમેરિકાના દબાણ હેઠળ અમારી સામે ગેરકાયદે નાકાબંધી કરવામાં આવી છે. અમને મળતું લાખો ડૉલરનું ફન્ડ અટકી ગયું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK