મુખ્ય પ્રધાનની ટી-પાર્ટીનો પત્રકારો બહિષ્કાર કરશે

Published: 9th December, 2011 08:18 IST

પત્રકારો પર થતા હુમલાના ગુનાને બિનજામીનપાત્ર કરવા કાયદો ઘડવામાં આવે એવી માગણી સાથે વિધાન મંડળના શિયાળુ સત્રની પૂર્વસંધ્યાએ ૧૧ ડિસેમ્બરે નાગપુરમાં મુખ્ય પ્રધાનની પરંપરાગત ટી-પાર્ટીનો પત્રકારોનાં ૧૬ સંગઠનોએ બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

 

સમિતિના કન્વીનર એસ. એમ. દેશમુખે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનની પત્રકાર-પરિષદમાં કાળી પટ્ટી બાંધીને પત્રકારો હાજરી આપશે, પરંતુ મુખ્ય પ્રધાનને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. ૧૫ ડિસેમ્બરે નાગપુરમાં પત્રકારભવનથી વિધાનભવન સુધી રૅલી કાઢવામાં આવશે. આ કાયદો ઘડવામાં સરકાર નિષ્ફળ જશે તો અમે આક્રમક વિરોધ કરીશું એવું દેશમુખે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK