Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડની કુદરતી આફતનો મરણાંક 31 પર પહોંચ્યો

ઉત્તરાખંડની કુદરતી આફતનો મરણાંક 31 પર પહોંચ્યો

10 February, 2021 11:10 AM IST | Dehradun/Joshimath
Agency

ઉત્તરાખંડની કુદરતી આફતનો મરણાંક 31 પર પહોંચ્યો

જોશીમઠ નજીક માર્યા ગયેલા લોકોના મૃતદેહને લઈ જતા એનડીઆરએફના જવાનો.

જોશીમઠ નજીક માર્યા ગયેલા લોકોના મૃતદેહને લઈ જતા એનડીઆરએફના જવાનો.


ઉત્તરાખંડ રાજ્યમાં વિરાટ હિમશિલા ધસી પડવાની કુદરતી આફતનો મરણાંક ૩૧ પર પહોંચ્યો છે. દરમ્યાન તપોવન ટનલમાં ફસાયેલા ૩૦થી ૩૫ કામગારોને બચાવવાના તનતોડ પ્રયાસ વિવિધ સરકારી એજન્સીઝ કરી રહી છે. એનટીપીસીની આ ૧૫૦૦ મીટર લાંબી ટનલમાં પ્રવેશમાં હજી પણ રાહત દળને સફળતા મળી નથી. નૅશનલ ડિઝૅસ્ટર રિલીફ ફોર્સના સૂત્રોએ રેણી ગામમાંથી બે મૃતદેહ મળ્યા હોવાનું અને ૧૭૫ જણની હજી ભાળ ન મળી હોવાનું જણાવ્યું હતું.

chamoli-uttarakhand



હાઈ ડેફિનેશન કૅમેરાને બચાવસ્થળે લઈ જતું હેલિકૉપ્ટર.


નંદાદેવી ગ્લૅસિયરનો હિસ્સો ફાટીને ધસી પડ્યાના બે દિવસ પછી હિમપ્રપાતને કારણે ધૌલીગંગા અને અલકનંદા નદીઓમાં પૂર આવ્યાં હતાં. હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના બંધ તૂટવા ઉપરાંત થર્મલ પાવર પ્રોજેક્ટના પરિસરમાં પણ નુકસાન થયું હતું. ગયા રવિવારે દુર્ઘટના થયા પછી જેમ જેમ કલાકો પસાર થતા ગયા તેમ તેમ ભાળ ન મળતી હોઈ લોકોની સલામતીની ચિંતા વધવા માંડી હતી. ગુમ થયેલા લોકોમાં નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશનના તપોવન-વિષ્ણુગડ પ્રોજેક્ટ અને રિશિગંગા હાઇડલ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓ તેમ જ આસપાસનાં ગામડાંના રહેવાસીઓનો સમાવેશ છે.

ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ (આઇટીબીપી), નૅશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એનડીઆરએફ) અને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એસડીઆરએફ)ના જવાનો સહિતની બચાવ અને રાહત ટુકડીઓ ગુમ થયેલા લોકોને શોધવા પ્રયત્નશીલ છે. પૂરને કારણે ૧૨ ફુટ ઊંચી અને ૨.૫ કિલોમીટર લાંબી તપોવન ટનલમાં ભરાયેલા કાંપ-કચરાના નિકાલ માટે રાતભર મહેનત કર્યા બાદ ૧૨૦ મીટરનો ભાગ ખુલ્લો કરી શકાયો હતો.


મરીન કમાન્ડોએ સંભાળી કમાન

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હૃષીગંગા ખીણમાં આવેલા પૂરમાં મરનારાઓની સંખ્યા મંગળવારે ૩૧ સુધી પહોંચી ગઈ છે, તો એનટીપીસીના નષ્ટ થયેલા તપોવન પ્રોજેક્ટની ટનલમાં ફસાયેલા ૩૫ લોકોને બહાર કાઢવા સેના, એનડીઆરએફ, આઇટીબીપી અને એસડીઆરએફનું સંયુક્ત ઑપરેશન ચાલી રહ્યું છે. તપોવન ટનલમાં કાલે આખો દિવસ, આખી રાત અને અત્યારે પણ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. બચાવ માટે બીજી રીત પણ અપનાવવામાં આવી રહી છે. ટનલની બીજી તરફથી ડ્રિલ કરીને અંદર પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ટનલ ખોદવામાં એક્સપર્ટ સેનાની ગઢવાલ સ્કાઉટની મરીન કમાન્ડોની ટીમ તપોવનમાં ઘટનાસ્થળ પર છે. બહારથી ડ્રિલિંગ કરવામાં આવી રહી છે. ઑનગ્રાઉન્ડ રેસ્ક્યુ ઑપરેશન મિશનના લોકો કહી રહ્યા છે કે કાટમાળ હટાવવામાં વધુ બે દિવસ લાગી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 11:10 AM IST | Dehradun/Joshimath | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK