ઘાટકોપર જૉલી જિમખાનામાં નવરાત્રિ ઉત્સવની ઉજવણી

Published: 24th October, 2012 07:39 IST

ઘાટકોપર જૉલી જિમખાના ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ કમિટી તથા લેડીઝ વિંગ કમિટી દ્વારા છેલ્લાં દસ વર્ષથી ત્રણ દિવસીય નવરાત્રિ ઉત્સવ મેમ્બરો માટે આયોજિત કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિ-રવિ અને મંગળવારે નવરાત્રિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંદાજે ૬૦૦થી વધારે મેમ્બરોએ ભાગ લીધો હતો.રવિવારે ઘાટકોપર ગુજરાતી સમાજના ચૅરમૅન તથા કૉર્પોરેટર પ્રવીણ છેડાએ લોકપ્રિય ગાયક કીર્તિદાન ગઢવી, મનીષ દોશી (સિંગર) તથા પ્રખ્યાત ઢોલી હનીફભાઈ સાથે હાજરી આપી હતી. હનીફ ઢોલીના તાલે કીર્તિદાન  ગઢવી તથા મનીષ દોશીએ ગરબા ગાઈને કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા.

ઘાટકોપર જૉલી જિમખાનાના ટ્રસ્ટી તથા ઇવેન્ટ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ કમિટીના ઇન્ચાર્જ બળવંત સંઘરાજકા તથા જૉલી જિમખાનાના સેક્રેટરી મુકેશ બદાણીએ સર્વેને આવકાર્યા હતા. જૉલી જિમખાના વતી બેસ્ટ પ્લેયર, બેસ્ટ ડ્રેસ્ડ તથા બેસ્ટ કપલ પ્લેયર્સને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. રાત્રે બે વાગ્યા સુધી ત્રણેય દિવસ કાર્યક્રમ ચાલ્યા હતા.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK