Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી

જૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી

01 March, 2021 12:01 PM IST | Mumbai
Agencies

જૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી

જૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી

જૉનસન ઍન્ડ જૉનસનની વન ટાઈમ વેક્સિનને મંજૂરી


મૉડર્ના અને ફાઇઝર બાદ અમેરિકામાં ત્રીજી કોરોના વાઇરસ રસીને મંજૂરી મળી ગઈ છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને શનિવારે જૉનસન ઍન્ડ જૉનસનની રસીને મંજૂરી આપી દીધી છે. જેઍન્ડજેની રસી બે ડોઝની જગ્યાએ એક જ ડોઝથી અસરકારક છે. અમેરિકામાં જ્યારે ૫ લાખથી વધુ લોકોનાં મોત કોરોના વાઇરસના લીધે થઈ ચૂક્યાં છે ત્યારે વૅક્સિનેશનને ઝડપી કરવા માટે આવી રસીની કાગડોળે રાહ જોવાઈ રહી હતી, જેનો એક જ ડોઝ પૂરતો હોય.
એફડીએની પૅનલે એકમતથી વૅક્સિનને ક્લિયર કરી અને કહ્યું કે ગંભીર બીમારી, હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અને મોતની આશંકાને ઘટાડવામાં રસી અસરકારક જણાઈ છે. એનાથી શરીરમાં સુરક્ષા પેદા થાય છે. ત્રીજી રસી મળવાથી વૅક્સિનેશનલ પ્રોગ્રામમાં તેજીની આશા વધી ગઈ છે. જેઍન્ડજેની વૅક્સિનનું પરીક્ષણ ત્રણ મહાદ્વીપોમાં કરાયું હતું. અમેરિકામાં ગંભીર બીમારીની વિરુદ્ધ ૮૫.૯ ટકા, દક્ષિણ આફ્રિકામાં ૮૧.૭ ટકા અને બ્રાઝિલમાં ૮૭.૬ ટકા સુરક્ષા મળી. ખાસ વાત એ છે કે આ દેશોમાં વાઇરસના નવા વર્ઝન જોવા મળ્યા છે, જે ચિંતાનું કારણ બન્યું છે. આ વર્ઝન પહેલાંની સરખામણીમાં વધુ સંક્રમક છે. પરીક્ષણમાં માત્ર ૨.૩ ટકા ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળી. એના માટે અડેનો વાઇરસની મદદથી પ્રોટીનને શરીરમાં પહોંચાડાય છે આથી ઇમ્યુન રિસ્પોન્સ પેદા થાય છે.
અત્યાર સુધીની આકારણી પ્રમાણે જૂનના અંત સુધીમાં ૧૦ કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે, પરંતુ જેઍન્ડજેએ માન્યું છે કે આ મહિનાની શરૂઆતમાં ૩૦થી ૪૦ લાખ ડોઝ તાત્કાલિક ઉપલબ્ધ થઈ શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડને એફડીએની મંજૂરીને અમેરિકા માટે ઉત્સાહજનક સમાચાર ગણાવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2021 12:01 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK