જોગેશ્વરીની જય જવાન ગોવિંદા ટીમનો વર્લ્ડ રેકોર્ડ

Published: 11th August, 2012 08:10 IST

થાણેના વર્તકનગરમાં શિવસેનાના પ્રતાપ સરનાઈકે આયોજિત કરેલી સંસ્કૃતિની મટકી જોગેશ્વરીના જય જવાન ગોવિંદા પથકે  9 થર ગોઠવીને રાતે 10 વાગ્યે ફોડીને 11 લાખ રૂપિયાનું ઈનામ મેળવ્યું હતું.

 

 

43.79 ફૂટ ઊંચાઈએ બાંધેલી આ મટકી ફોડનાર જય જવાન પથકની આ સિદ્ધિની નોંધ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સે લીધી છે. આ પહેલાં સૌથી ઊંચો માનવપિરામિડ બનાવવાનો રેકોર્ડ સ્પેનના કેસલર્સ ધરાવતા હતા. 1981ની 21 ઓક્ટોબરે તેમણે 39 ફૂટ ઊંચો માનવપિરામિડ બનાવ્યો હતો. ગઈ કાલે જય જવાન ગોવિંદા ટીમે આ રેકોર્ડ તોડતાં ત્યાં જ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK