Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુધરાઈની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે કૅબિનેટના મહત્વના નિર્ણયો

સુધરાઈની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે કૅબિનેટના મહત્વના નિર્ણયો

03 January, 2012 05:52 AM IST |

સુધરાઈની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે કૅબિનેટના મહત્વના નિર્ણયો

 સુધરાઈની ચૂંટણીઓની જાહેરાત પૂર્વે કૅબિનેટના મહત્વના નિર્ણયો



ચાર મેડિકલ કૉલેજને મંજૂરી


જોકે ગઈ કાલે જેજે હૉસ્પિટલ અને જીટી હૉસ્પિટલના પ્રાંગણમાં મેડિકલ કૉલેજ બાંધવાને મંજૂરી આપવામાં આવી હતી. કૅબિનેટની મીટિંગમાં રાજ્યમાં કુલ ચાર મેડિકલ કૉલેજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમાંથી બે કૉલેજમાંની એક પછાત વિસ્તાર નંદુરબારમાં અને બીજી કૉલેજ અલીબાગમાં બનાવવામાં આવશે.


કૅબિનેટની મીટિંગ દરમ્યાન પબ્લિક હેલ્થ મિનિસ્ટર સુરેશ શેટ્ટીએ મુંબઈના સબબ્ર્સ માટે બે હૉસ્પિટલની માગણી કરી હતી. તેમની આ રજૂઆતને કારણે આવનારા સુધરાઈના ઇલેક્શનમાં કૉન્ગ્રેસને લાભ થવાની શક્યતા છે. તેમણે ૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે‍ જેજે હૉસ્પિટલના મેકઓવર પ્લાન વિશે પણ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા.


૪૮૦ કરોડ રૂપિયાના જેજે હૉસ્પિટલના મેકઓવર પ્લાન મુજબ ૨૦ માળનો ટાવર બનાવવામાં આવશે. એમાં ૬૦૦ વધારાના બેડ સાથે સુપર સ્પેશ્યલિટી ફૅસિલિટીનો પણ સમાવેશ કરવામાં આવશે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાકીય રીતે સધ્ધર નથી એવો મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આ માટે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) પાસેથી ફન્ડ મેળવવાના પ્રયાસ કરી રહ્યું છે.

ફાયર પ્રિવેન્શન ઍન્ડ સેફ્ટી મેઝર
ઍક્ટ-૨૦૦૬માં  હૉસ્પિટલની ઊંચાઈ ૧૦ માળ (૩૦ મીટર) સુધી સીમિત રાખવાની જોગવાઈનો સુધારો પેન્ડિંગ છે ત્યારે કૅબિનેટે એને મંજૂરી આપી દીધી છે. એ ઉપરાંત રાજ્ય આ માટે ફન્ડ ક્યાંથી ઊભું કરશે એ પણ હજી નક્કી નથી થયું.

ઝૂંપડપટ્ટીના સ્ટ્રક્ચરને પ્રોટેક્શન
ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે ઝૂંપડપટ્ટીનાં ઘરોને જ નહીં, પણ અન્ય સ્ટ્રક્ચરને પણ પ્રોટેક્શનની જાહેરાત કરી છે, જેને કારણે કૉન્ગ્રેસને આવનારી સુધરાઈની ચૂંટણીઓમાં લાભ થઈ શકે. જોકે પહેલાં એવું નક્કી થયું હતું કે તા. ૧ જાન્યુઆરી ૧૯૯૫ પહેલાંના ઝૂંપડાધારકો જે હજી સુધી રહેતા હોય તેમને જ પુનર્વસન હેઠળ સમાવવામાં આવે. જો એ કટ ઑફ ડેટ પછી કોઈ પાસેથી એ ઝૂંપડું બીજાએ લીધું હોય તો તેનું પુનવર્સન નહોતું થઈ શક્યું.

બિલ્ડરોએ હવે લો ઇન્કમ ગ્રુપ માટે ફ્લૅટ બાંધવા ફરજિયાત

મુંબઈમાં વધતાજતા જગ્યાના ભાવને કારણે જ્યાં મધ્યમ વર્ગ માટે પણ પોતાનું ઘર બનાવવાનું મુશ્કેલ બની ગયું છે ત્યારે રાજ્ય સરકારે ઓછી આવકવાળા લોકો માટે ઘરનું ઘર થઈ શકે એવાં ઘરોનું નિર્માણ કરવાનું બિલ્ડરો માટે ફરજિયાત બનાવ્યું છે. ગઈ કાલે રાજ્યના પ્રધાનમંડળની બેઠક પછી હાઉસિંગનો ર્પોટફોલિયો સંભાળતા ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘૨૦૦૦ સ્ક્વેર મીટર કરતાં વધુના પ્લૉટ ડેવલપ કરતી વખતે બિલ્ડરે ૨૦ ટકા જગ્યામાં ૩૦થી ૫૦ સ્ક્વેર મીટરના ફ્લૅટ બનાવવા પડશે. આ સિવાય હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનાવતી વખતે લો ઇન્કમ ગ્રુપ અને આર્થિક રીતે પછાત લોકોને પરવડી શકે એવા ૨૭.૮૮થી ૪૫ ચોરસ મીટરના આવાસો બનાવવા પડશે.’

મ્હાડા (મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી) દ્વારા આ પ્લૉટ અને ફ્લૅટ કન્સ્ટ્રક્શન કૉસ્ટમાં ખરીદવામાં આવશે અને ત્યાર પછી એ લૉટરી સિસ્ટમથી ફાળવવામાં આવશે. પરવડી શકે એવાં ઘર આ રીતે મોટી સંખ્યામાં ઉપલબ્ધ થવાથી રિયલ એસ્ટટેના ભાવ પણ અંકુશમાં આવશે. આ માટે સુધરાઈ અને નગર પરિષદોના ડેવલપમેન્ટ રૂલ્સમાં સુધારા સહિતના ફેરફારો કરવામાં આવશે. Whatsapp-channel Whatsapp-channel

03 January, 2012 05:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK