અલકાયદાના કુખ્યાત આતંકીની ધરપકડ, અજ્ઞાત સ્થળ લઈ જઈને પૂછપરછ
અલકાયદાના કુખ્યાત આતંકીની ધરપકડ(પ્રતિકાત્મક તસવીર)
ઝારખંડ એટીએસે ઓસામા બિન લાદેનના વૈશ્વિક આતંકી સંગઠન અલકાયદાના એક કુખ્યાત આતંકીની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. આ આતંકી વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે સ્લીપર સેલની મદદથી દેશમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતો. ઝારખંડ એટીએસ તેને અજ્ઞાત સ્થળ પર લઈ જઈને કડક પૂછપરછ કરી રહી છે. ધરપકડ કરવામાં આવેલા આતંકીનું નામ મૌલાના કલીમુદ્દીન જણાવવામાં આવી રહ્યું છે. આ ઝારખંડના જમશેદપુરના માનગો વિસ્તારમાં આઝાદનગર વિસ્તારનો રહેવાસી બતાવવામાં આવી રહ્યો છે. તે લાંબા સમયથી આતંકી સંગઠન સાથે જોડાયેલો છે. દેશભરની સુરક્ષા એજન્સીને વર્ષ 2016થી જ અલકાયદાના આ કુખ્યાત આતંકીની તપાસમાં હતા.
મળતી માહિતી પ્રમાણે એટીએસે આતંકી મૌલાના કલીમુદ્દીનને જમશેદપુરથી પકડ્યો છે. આ આતંકી ભારતમાં અલકાયદા માટે કામ કરી રહ્યો હતો. પોલીસ સૂત્રો પ્રમાણે અલકાયદાના જે કુખ્યાત આતંકીને પકડવામાં આવ્યો છે, તે સંગઠનમાં ખૂબ મોટા પદ પર કામ કરી રહ્યો હતો. દેશભરની પોલીસ સાથે એનઆઈએને પણ આ આતંકીની શોધ હતી.
આ પણ જુઓઃ Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે જમશેદપુરના આઝાદ નગર, જ્યાંથી અલકાયદાના આતંકી મૌલાના કલીમુદ્દીનને પકડવામાં આવ્યો છે, તે આતંકીઓ માટે શરણ આપતી જગ્યા સાન છે. કોલકાતાના અમેરિકન સેન્ટર પર હુમલો કરનાર નૂર મોહમ્મદને પણ અહીંથી જ પકડવામાં આવ્યો હતો.