ઍક્ટ્રેસિસ સાથે છેતરપિંડી કરનારા કોરિયોગ્રાફરની આખરે થઈ ધરપકડ

Published: 30th November, 2012 08:05 IST

જ્વેલરી માટેના મૉડલિંગ શોનો કૉન્ટ્રૅક્ટ અપાવવાના બહાને અનેક ફિલ્મી અભિનેત્રીઓ અને મૉડલો સાથે છેતરપિંડી કરી હતી : ઘણી મહિલાઓનાં અશ્લીલ ફોટો અને વિડિયો-ક્લિપ્સ મળ્યાંફિલ્મ-અભિનેત્રીઓ તથા અનેક મૉડલોને ડાયમન્ડ તથા જ્વેલરીના મોટા મૉડલિંગ કૉન્ટ્રૅક્ટ અપાવવાના બહાને છેતરપિંડી કરનાર ૩૬ વર્ષના કોરિયોગ્રાફર જીત વિનોદ સોનાવણે ઉર્ફે નીતીશ જૈનની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે ૨૦ નવેમ્બરે ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી બે મોબાઇલ ફોન, ૬ સિમ-કાર્ડ, ૨૧ મેમરી કાર્ડ, પેનડ્રાઇવ, ત્રણ મૉડલનાં પૅન કાર્ડ તથા ત્રણ ઇલેક્શન કાર્ડ, નક્ષત્ર ડાયમન્ડ જ્વેલર્સની ૧૬ ડી.વી.ડી. તથા ડાન્સ ઇન્ડિયા ડાન્સ કંપનીનાં કૉન્ટ્રૅક્ટ ફૉર્મ જપ્ત કયાર઼્ હતાં. આરોપી પાસેથી મળેલી ડી.વી.ડી. અને મેમરી કાર્ડની તપાસ કરતાં એમાંથી ઘણી મહિલાઓના અfલીલ ફોટો અને વિડિયો-ક્લિપ્સ પણ મળી આવ્યાં હતાં.

આરોપી જીત કૅફે શૉપ

તથા ફાઇવસ્ટાર હોટેલોમાં રોજ જતો હતો અને ત્યાં આવતી અનેક ફિલ્મ-અભિનેત્રીઓ અને ઉત્સુક તથા સ્ટ્રગલર મૉડલોને મૉડલિંગ કૉન્ટ્રૅક્ટ અપાવવાની લાલચે તેમની પાસેથી તેમનો મોબાઇલ નંબર અને ઈ-મેઇલ ઍડ્રેસ લેતો હતો. થોડા દિવસ બાદ તે મૉડલને ફોન કરીને ફાઇવસ્ટાર હોટેલમાં મળવા બોલાવતો અને ત્યાર બાદ હોટેલમાં મૉડલોને તેની પાસે રાખેલાં ૫૦૦ રૂપિયાનાં બંડલો દેખાડી તેમનો વિશ્વાસ જીતી લેતો હતો.

ઍરપોર્ટ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક ફટાંગરેએ કહ્યું હતું કે ‘૬ નવેમ્બરે જીતે તેનું નામ બદલી નીતીશ જૈનના નામથી ફિલ્મ-અભિનેત્રી તથા મૉડલ સાયરાને ઇન્ડો-જપાન જ્વેલરી શો નિમિત્તે શૂટિંગનું આયોજન કરવામાં આવ્યું હોવાથી તનિષ્કની પ્રસિ¢ જ્વેલરીના શૂટિંગના એક દિવસના ૨,૨૦,૦૦૦ રોકડા રૂપિયા આપવામાં આવશે એવો મેસેજ કયોર્ હતો. ત્યાર બાદ જીત સતત ઈ-મેઇલ દ્વારા તેના સંપર્કમાં રહેતો હતો. ૮ નવેમ્બરે જીતે સાયરાને શૂટિંગ માટે વિલે પાર્લે-ઈસ્ટમાં આવેલી સહારા સ્ટાર હોટેલમાં બોલાવી હતી. એ વખતે જીત  હોટેલમાં સૂટ-બૂટ પહેરીને આવ્યો હતો અને તેની મારફત ઘણી મૉડલોએ જ્વેલરી શો કયોર્ હોવાના કૉન્ટ્રૅક્ટ-પેપરો તેને દેખાડ્યા હતા તેમ જ આજે પણ શૂટિંગ છે એવું તેને કહ્યું હતું. દરમ્યાન તેણે ૫૦૦ રૂપિયાનાં બંડલો તેને દેખાડીને આ રૂપિયા શૂટિંગ બાદ આપવામાં આવશે એવું કહીને તેનો વિશ્વાસ જીતી લીધો હતો અને તનિષ્ક જ્વેલરીના કૉન્ટ્રૅક્ટનું ફૉર્મ ભરાવી કૉસ્ચ્યુમ ડિઝાઇનરના રોકડા ૬૦૦૦ રૂપિયા, સાયરાના બે ફોટોગ્રાફ તથા પૅન કાર્ડની માગણી કરી હતી.’

સાંતાક્રુઝ-ઈસ્ટના કાલિનામાં આવેલી ગ્રૅન્ડ હોટેલમાં ગુરુવારે ૨૨ નવેમ્બરે આવી જ રીતે વધુ એક મૉડલ સાથે ૩૬ વર્ષનો જીત સોનાવણે છેતરપિંડી કરવા આવવાનો છે એવી માહિતી મળતાં પોલીસે છટકું ગોઠવી તેની રંગેહાથ ધરપકડ કરી હતી. આરોપીએ મુંબઈ, પુણે, ઉત્તર પ્રદેશ, હરિયાણાની ઘણી મહિલાઓ સાથે ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવી તેમની સાથે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

ડી.વી.ડી. = ડિજિટલ વિડિયો ડિસ્ક

પૅન = પર્મનન્ટ અકાઉન્ટ નંબર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK