અપ્રમાણસર મિલકતના મુદ્દે જયલલિતા સુપ્રીમમાં

Published: 2nd November, 2011 19:39 IST

બૅન્ગલોરની ટ્રાયલ ર્કોટે અપ્રમાણસર મિલકતના મામલે આઠમી નવેમ્બરે એની સમક્ષ હાજર થવાનો સમન્સ મોકલતાં તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ ગઈ કાલે સુપ્રીમ ર્કોટના દરવાજા ખખડાવ્યા હતા.

 

 

તેમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે હું ૨૦ તથા ૨૧ ઑક્ટોબરે ટ્રાયલ ર્કોટમાં ઉપસ્થિત રહી હતી એટલે હવે મને સમન્સ મોકલી ન શકાય. એઆઇએડીએમકે (ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ)નાં અધ્યક્ષ જયલલિતા પર ૧૯૯૧થી ૧૯૯૬ દરમ્યાન ગેરકાયદે રીતે ૬૬ કરોડ રૂપિયાની મિલકત ભેગી કરવાનો આરોપ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK