જપાનના ઍરપોર્ટ પર આવેલી હોટેલના રૂમમાં જ બની છે કૉકપિટ

Published: Jul 15, 2019, 08:59 IST | જાપાન

પ્લેનમાં સફર કરવાનો અનુભવ તો બધાને હશે પણ કૉકપિટમાં બેસીને પ્લેન ઉડાડવાનો અનુભવ કેવો હોય એ માણવો હોય તો તમારે જપાન જવું જોઈએ. ટોક્યોના હનેદા ઍરપોર્ટ ટર્મિનલ ટૂ પર બનેલી હનેદા એક્સેલ હોટેલના એક રૂમમાં ખાસ કૉકપિટ બનાવવામાં આવી છે.

પ્લેનમાં સફર કરવાનો અનુભવ તો બધાને હશે પણ કૉકપિટમાં બેસીને પ્લેન ઉડાડવાનો અનુભવ કેવો હોય એ માણવો હોય તો તમારે જપાન જવું જોઈએ. ટોક્યોના હનેદા ઍરપોર્ટ ટર્મિનલ ટૂ પર બનેલી હનેદા એક્સેલ હોટેલના એક રૂમમાં ખાસ કૉકપિટ બનાવવામાં આવી છે. આ રૂમ ઍવિએશનનો કીડો ધરાવતા લોકોની ઉત્સુકતા સંતોષવા માટે છે. હોટેલના એ રૂમમાં ૯૦ મિનિટનું ફ્લાઇંગ સેશન મળશે જેમાં વિમાન કઈ રીતે ઊડે છે એ વિશે સમજાવવામાં આવશે. હોટેલના આ રૂમને સુપર કૉકપિટ રૂમ નામ આપ્યું છે. એમાં તમને બોઇઠગ ૭૩૭-૮૦૦ ઉડાડવાનો અનુભવ મળશે. આ માટે તમને એક ઇન્સ્ટ્રક્ટરની મદદ મળશે જે તમને રૂમમાં બેઠા-બેઠા જ ૯૦ મિનિટમાં હનેદાથી ઓસાકાના ઍરપોર્ટ સુધીની ફ્લાઇટમાં ઊડતા હોવાનો વર્ચ્યુઅલ એક્સપિરિયન્સ આપશે. આ રૂમમાં કૉકપિટને તમે જાતે ઑપરેટ નહીં કરી શકો, પરંતુ એ અનુભવ માટે ૩૦,૦૦૦ યેન એટલે કે ૧૯,૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી પડશે.

આ પણ વાંચોઃ ACના અવાજથી કંટાળેલા ભાઈએ એસી ખોલ્યું તો, નીકળ્યા ગૂંચળું વળેલા 5 સાપ

જો એ જ રૂ‌મમાં તમારે રાત રહેવું હોય તો એ માટે બીજા ૨૫,૦૦૦ યેન એટલે કે ૧૬,૦૦૦ રૂપિયાનું ભાડું ચૂકવવાનું છે. જો તમને આ સવારી મોંઘી લાગતી હોય તો કહી દઈએ કે આ કૉકપિટ તૈયાર કરવા માટે હોટેલવાળાઓએ ૧ કરોડ યેન એટલે કે લગભગ ૬૩ લાખ રૂપિયા ખર્ચ્યા છે. આ રૂમનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને ૧૮ જુલાઈની કોઈ પણ તારીખનું બુકિંગ કરાવી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK