Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો

મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો

05 July, 2019 09:59 AM IST | જપાન

મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો

મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો

મગજમારી થતા પિતાએ ખભે ઊંચકેલા દીકરાને જ હથિયાર તરીકે ફેંક્યો


જપાનના યોકોહામામાં મંગળવારે બેઝબૉલની ગેમ ચાલી રહી હતી ત્યારે બે અલગ-અલગ ટીમના ચાહકો વચ્ચે તડાફડી થઈ ગઈ. ચાલુ ગેમમાં બે વિરોધી ટીમના ચાહકો વચ્ચે નાની મોટી તકરારો થવી તો આમ વાત છે, પરંતુ યોકોહામાના ગ્રાઉન્ડમાં જે થયું એ ઘૃણાસ્પદ હતું. બે વિરોધી ટીમો વચ્ચે થયેલી બોલાચાલી પછી સિક્યૉરિટી ગાર્ડ એક માણસને ત્યાંથી બહાર લઈ જઈ રહ્યો હતો જેથી મામલો શાંત પડે. એ માણસના ખભે ત્રણેક વર્ષનો દીકરો ઊંચકેલો હતો અને સિક્યૉરિટી ગાર્ડ તેને ગ્રાઉન્ડની બહાર લઈ જઈ રહ્યો હતો. એ જ વખતે વિરોધી ટીમના કોઈ પ્રેક્ષકે ફરી કમેન્ટ કરી. એનાથી ગુસ્સે થઈ ગયેલા પેલા માણસે હાથમાં ઊંચકેલા દીકરાને જ હથિયારની જેમ પેલા માણસના માથે ફેંક્યો. દીકરાનું ધ્યાન એ તરફ હતું નહીં એટલે પિતાએ દીકરાના પગ ખેંચીને માથાભારે બીજા પ્રેક્ષકના માથે ફેંક્યો હતો.

આ પણ વાંચો : બિયરના ખાલી કૅનમાંથી કારથી લઈને પ્લેન જેવાં રમકડાં બનાવે છે આ ભાઈ



જોકે સામેવાળાએ બચવા માટે હાથ ઊંચો કરીને બચાવ કરતાં બાળક અને પેલો માણસ બન્ને બચી ગયા હતા. મામલો વધુ બીચકે અને બાળકની હાલત વધુ ખરાબ થાય એ પહેલાં સિક્યૉરિટી ગાર્ડ બાપ-બેટાને ગ્રાઉન્ડની બહાર ખેંચી લઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 09:59 AM IST | જપાન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK