જામનગર મહાનગર પાલિકા પ્રિમોનસુન પ્લાનમાં ફરી રહી નિષ્ફળ

Published: Jun 26, 2019, 23:52 IST | Jamnagar

ગુજરાતમાં વરસાદની સત્તાવરા એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે ભારે વરસાદથી બચવા તથા વરસાદ બાદ રોગચાળો ફેલતો અટકાવવા માટે જામનગર મનપા ફરી નિષ્ફળ નિવડી છે. જામનગર મહાનગર પાલિકાની હંમેશા વિવાદમાં રહેલી પ્રિમોન્સુન કામગીરી ફરીથી એક વખત વિવાદમાં આવી છે

જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશન
જામનગર મ્યુનિશિપલ કોર્પોરેશન

Jamnagar : ગુજરાતમાં વરસાદની સત્તાવરા એન્ટ્રી થઇ ગઇ છે. ત્યારે ભારે વરસાદથી બચવા તથા વરસાદ બાદ રોગચાળો ફેલતો અટકાવવા માટે જામનગર મનપા ફરી નિષ્ફળ નિવડી છે. જામનગર મહાનગર પાલિકાની હંમેશા વિવાદમાં રહેલી પ્રિમોન્સુન કામગીરી ફરીથી એક વખત વિવાદમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક પ્રિમોન્સુન કામગીરીમાં ચાલતી લાલિયાવાડીના એક ઉત્તમ નમૂનો આજે જોવા મળ્યો હતો. જેમાં જામનગર શહેરના વોર્ડ નંબર 16માં પટેલનગર અને મહાવીરનગર વિસ્તારની પાસે અંદાજે એક કિલોમીટર લાંબી કેનાલ પર ભૂ માફિયાઓ દ્વારા દબાણ કરી કેનાલમાં કેરણ નાખી બુરી દેવામાં આવી હતી. અને પાણીના પ્રવાહને રોકવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકાના કમિશ્નર પણ જાત નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

જામનગર મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે ખુદ શાસક પક્ષે પણ સવાલો ઉઠાવ્યા બાદ હજુ પણ મનપાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યાના જેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને ક્યાંકને ક્યાંક ભૂ માફિયાઓને એક રીતે કમાવી દેવાનો કારસો પ્રિમોન્સુન કામગીરીની લાલિયાવાડીને લઇને ચલાવવામાં આવતો હોય તેવો આક્ષેપ મનપા વોર્ડ નં-16ના વિપક્ષી નગરસેવક યુસુફ ખફી અને સાથી નગરસેવકો દ્વારા કરવામાં આવ્યો હતો. આજે વોર્ડ નં-16ના પટેલનગર અને મહાવીરનગર સહિતના સ્થળો પર કેનાલના દબાણો માટે જનતા રેડ પણ કરાઇ હતી.

તો બીજી તરફ વોર્ડ નંબર 16માં પટેલનગર અને મહાવીરનગરમાં રહેતા રહેવાસીઓએ પણ ક્યાંકને ક્યાંક કેનાલો પર કરવામાં આવેલા દબાણોને લઇને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે, જો થોડો પણ વધુ વરસાદ આ વિસ્તારમાં પડે અને કેનાલોમાં દબાણના કારણે કેનાલનું પાણી વિસ્તારમાં પ્રવેશે તો રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો ઉઠાવવા પડે તેવા દિવસો આવશે. ક્યાંકને ક્યાંક બિલ્ડરોને કમાવી દેવાના આશરે અને મનપાની મિલી ભગતને લઈને હાલ આટલી મોટી જગ્યા પર કેનાલો પર દબાણ કરવામાં આવ્યા છે તે ગેરવ્યાજબી છે. કેનાલોના વહેણને રોકતા અવરોધોને દૂર કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રહેવાસીઓએ માંગ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK