વિવેકાનંદ-દાઉદની તુલના બદલ નીતિન ગડકરી પર જામનગરમાં કેસ

Published: 7th November, 2012 05:59 IST

જે સ્વામી વિવેકાનંદનાં કાર્યોનું બહુમાન કરવાના હેતુથી ગુજરાતની બીજેપી સરકારે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યાત્રા કાઢી હતી એ જ સ્વામી વિવેકાનંદના બુદ્ધિઆંકની સરખામણી ભારતના સૌથી મોટા દુશ્મન એવા દાઉદ ઇબ્રાહિમ સાથે કરવાની ભૂલ કરનારા બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરી સામે ગઈ કાલે જામનગરની ચીફ કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ આઇપીસી કલમ ૨૯૫ (એ), ૨૯૮ અને કલમ ૩૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગરના ઍડવોકેટ અને કૉન્ગ્રેસના સ્થાનિક પ્રવક્તા હર્ષદ ભટ્ટ દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદમાં બીજેપીનાં રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામને પણ ગડકરીને સપોર્ટ કરી મદદ કરવાના આરોપસર ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યાં છે. સોમવારે અમદાવાદ આવેલાં નિર્મલા સીતારામે ગડકરીના આ વિવાદાસ્પદ વિધાનના બચાવમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે નીતિન ગડકરીની વાત સહેજ પણ ખોટી નથી. તેમણે જે કંઈ કહ્યું છે એ સત્ય વચન છે. ઍડવોકેટ હર્ષદ ભટ્ટે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી વિવેકાનંદ યાત્રા કાઢે અને નીતિન ગડકરી વિવેકાનંદની બદનામી કરે એ ચલાવી ન લેવાય. નીતિન ગડકરી જો જાહેરમાં માફી નહીં માગે તો ગુજરાતનાં ગામેગામથી તેમની સામે કેસ કરવામાં આવશે.’

ગુજરાતમાં ઇલેક્શન આવી રહી છે અને આ કેસને ઇલેક્શન સાથે સીધો સંબંધ હોવાથી કેસને લાંબી મુદ્દત ન આપવી એવી ફરિયાદીની વિનંતી માન્ય રાખીને જામનગર ચીફ કોર્ટે આ કેસની હવે પછીની મુદ્દત બે દિવસ પછી એટલે કે નવમી નવેમ્બર અને શુક્રવારના દિવસની આપી છે.

આઇપીસી = ઇન્ડિયન પીનલ કોડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK