જામનગરની નગરસેવિકા બની બેફામ

Published: Jun 16, 2019, 10:52 IST | જામનગર

અસિસ્ટન્ટ કમિશનરની ચેમ્બરમાં કરી તોડફોડ

અસિસ્ટન્ટ કમિશનરની ચેમ્બરમાં કરી તોડફોડ
અસિસ્ટન્ટ કમિશનરની ચેમ્બરમાં કરી તોડફોડ

જામનગરમાં સિટી-એ ડિવિઝનમાં વૉર્ડ નં.૪ના બીજેપીનાં નગરસેવિકા રચના નંદાણિયાની દાદાગીરી દિવસે દિવસે વધતી જાય છે. આમ તો રચના નંદાણિયા પોતાના ઉગ્ર સ્વભાવના કારણે હંમેશાં ચર્ચમાં રહે છે અને પોતાની મનમાની કરવામાં પણ તે આગળ રહે છે. આ વખતે તેમના ઉપર અ‌સિસ્ટન્ટ કમિશનરની કચેરીમાં તોડફોડનો આરોપ લાગ્યો છે.

રચના નંદાણિયાએ અ‌સિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણાવાની ચેમ્બરમાં તોડફોડ કર્યાનો આરોપ તેના ઉપર લાગ્યો છે. એસ્ટેટ વિભાગની લારીવાળા સામે કાર્યવાહી કરતાં વિવાદ ઉગ્ર બન્યો હતો, જેનાથી ઉશ્કેરાઇ જામનગરમાં બીજેપીની નગરસેવિકાએ અ‌સિસ્ટન્ટ કમિશનરની ચેમ્બરમાં તોડફોડ કરી હતી. તોડફોડ કરવા માટે તે હાથમાં લાકડી લઈને ચેમ્બરમાં પહોંચી હતી. ચેમ્બરમાં પડેલી ફાઈલો લાકડીથી ઉડાડી દીધી હતી. ત્યાર પછી કમિશનર ચેમ્બરમાં રચના નંદા‌ણિયા પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો : વાયુ વાવાઝોડું: કચ્છમાં ભારે વરસાદની આશંકા, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આ કોઈ પ્રથમ વાર નથી કે જ્યારે રચના નંદાણિયાની દાદાગીરી સામે આવી હોય. આ પહેલા પણ તે આવી હરકતો કરી ચૂકી છે. અગાઉ જામનગરમાં સિટી-એ ડિવિઝનમાં વૉર્ડ નં.૪ની નગરસેવિકા રચના નંદાણિયા વિરુદ્ધ મનપાના સિક્યૉરિટી ઑફિસર દ્વારા ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK