સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલો, બે પોલીસ શહીદ

Published: Aug 14, 2020, 12:39 IST | Gujarati Mid-day Online Correspondent | Srinagar

નૌગામમાં પોલીસ ટીમ પર થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ

તસવીર સૌજન્ય: એએનઆઈ
તસવીર સૌજન્ય: એએનઆઈ

સ્વતંત્રતા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીરના નૌગામમાં શુક્રવારે આતંકીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. તેમાં બે પોલીસકર્મી શહીદ થયા છે અને ત્રણ ઘાયલ થયાં છે. હુમલો શ્રીનગર સિટીના બહારના વિસ્તારમાં થયો છે. આ પહેલાં ગુરુવારે સેનાએ પુલવામાના અવંતિપોરામાં આતંકીઓના ત્રણ ઠેકાણા તોડી પાડયાં હતાં.

પોલીસે હાલ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. મીડિયા સાથે વાત કરતાં, જમ્મુ-કાશ્મીર પોલીસના ઈન્સપેક્ટર જનરલ વિજય કુમારના મુજબ આ આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે.

નોંધનીય છે કે, ગત થોડા દિવસોમાં આતંકવાદીઓ તરફથી પોલીસ પાર્ટી અને આર્મીના કાફલા પર હુમલાઓમાં વધારો નોંધાયો છે. બે દિવસ પહેલા જ બારામૂલાના સોપોરમાં એક આર્મીની ટુકડી પર થયો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકવાદીઓ તરફથી આર્મી-CRPF અને જમ્મુ-કાશ્મીરની સંયુક્ત પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓ તરફથી સતત ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબ આપ્યો. આ દરમિયાન આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે 30 જૂને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 128 આંતકીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં 70 મુઝાહિદ્દીન, 20-20 લશકર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદના હતા. બાકીના આતંકીઓ અન્ય સંગઠનના હતા.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK