દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા માટે ભારત સાથે આવ્યો આ દેશ,બનાવી નવી રણનીતિ

Published: 19th September, 2020 12:51 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે અમે ત્રીજા દેશો સાથે ભાગીદારીના વ્યાવહારિક ધોરણો પર વિચાર કરી રહ્યા છીએ.

વિદેશ મંત્રી એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકર

દક્ષિણ એશિયામાં ચીનના વધતાં પ્રભાવને જોતાં ભારત એક નવી રણનીતિ પર કામ કરે છે. ભારત (India) અને જાપાન (Japan) ડ્રેગન સામે મુકાબલા માટે ત્રીજા દેશને સાથે લેવાની શક્યતાઓ શોધે છે. વિદેશ (Foreign Minister S. Jaishankar) મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે અમે ત્રીજા દેશો સાથે ભાગીદારીના વ્યાવહારિક ધોરણો પર વિચાર કરી રહ્યા છીએ.

ઇન્ડસ્ટ્રી ચેમ્બર FICCI તરફથી આયોજિત વર્ચ્યુઅલ કૉન્ફ્રેંસમાં બોલતા વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને જાપાન પાસે રશિયાના સુદૂર પૂર્વી ક્ષેત્ર (Russian far east) તેમજ પ્રશાંત મહાસાગરના દ્વીપના દેશો સાથે કામ કરવાની તક છે. તેમણે આગળ કહ્યું કે અમારે એ ક્ષેત્રોને જોવાના રહેશે જ્યાં અમે મળીને કામ કરી શકીએ છીએ. પહેલો વિકલ્પ છે: રશિયાના સુદૂર પૂર્વમાંથી આર્થિક સહયોગની શક્યતા છે, કારણકે ભારતે ત્યાંની આર્થિક પરિયોજનાઓમાં ભાગીદારીને લઈને રસ દર્શાવ્યો છે. બીજું વિકલ્પ છે: પ્રશાંત મહાસાગરના દ્વીપના દેશ, જ્યાં ભારતે પોતાની વિકાસ ભાગીદારી અને રાજનૈતિક પહોંચ વિસ્તારી છે.

પહોંચ મજબૂત બનાવે છે ભારત
જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાર્ષિક ભારત રશિયા અને દ્વિપક્ષીય શિખર સમ્મેલન માટે ગયા વર્ષે વ્લાદિવોસ્તોક ગયા હતા. આ દરમિયાન તેમણે રશિયા સુદૂર પૂર્વ ક્ષેત્રમાં વિકાસ પરિયોજનાઓ માટે 1 અરબ ડૉલર ડાલરની લાઇન ઑફ ક્રેડિટની જાહેરાત કરી હતી. નવી દિલ્હી ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ કૉ-ઑપરેશન કે FIPIC જેવા ફોરમના માધ્યમે પ્રશાંત દ્વીપના દેશો સુધી પોતાની પહોંચ મજબૂત બનાવવામાં લાગેલ છે. આ ફોરમમાં ભારત સહિત 14 પ્રશાંત દ્વીપ દેશ છે.

શ્રીલંકામાં ચાલે છે સંયુક્ત પરિયોજનાઓ
પાયાની યોજના અને પરિયોજના વિકાસ માટે બન્ને દેશોની પહેલાથી ત્રીજા દેશોની શક્યતા પર કામ કરી રહ્યા છે. શ્રીલંકામાં સંયુક્ત પરિયોજનાઓ ચાલે છે, અને ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અમે આ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે શું બાંગ્લાદેશ અને મ્યાનમારને આ રીતે સાથે લાવી શકાય છે. ભારત અને જાપાન 'એક્ટ ઇસ્ટ ફોરમ'ના માધ્યમે ભાગીદારી આગળ વધારી રહ્યા છીએ. જેની અધ્યક્ષતા ભારતના વિદેશ સચિવ અને દિલ્હીમાં જાપાની રાજદૂત કરે છે.

મજબૂત થઈ રહ્યા છે સંબંધો
જયશંકરે જાપાનને ભારતનો સૌથી વિશ્વસનીય અને એશિયામાં આધુનિકીકરણનું પ્રેરણાસ્ત્રોત જણાવતાં કહ્યું કે મારુતિ ક્રાંતિ, મેટ્રો ક્રાંતિ અને બુલેટ ક્રાંતિ જાપાનના ઇતિહાસ અને તેની ક્ષમતાને કારણે જ શક્ય થઈ શકી. પૂર્વ જાપાની વડાપ્રધાન આબે શિંજો અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદ અને સંબંધોને બહેતર બનાવવાના પ્રયત્નો દરમિયાન બન્ને દેશ આટલા નજીક આવી શક્યા છે. વિદેશમંત્રીએ કહ્યું બન્ને દેશોના સંબંધ ખૂબ જ મજબૂત છે અને સતત વધારે ને વધારે મજબૂત થતાં જાય છે. ક્ષેત્રીય તેમજ વૈશ્વિક રણનૈતિક મુદ્દે અમારી વિચારધારા મળતી આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK