ઉત્તર પ્રદેશમાં ભગવાનની મૂર્તિ ખંડિત કરવાના વિરોધમાં આવતી કાલે મુંબઈમાં જૈનોની રૅલી

Published: 1st September, 2012 09:26 IST

લખનઉ અને અન્ય વિસ્તારોમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન અને આદિનાથ ભગવાનની મૂર્તિ ખંડિત કરવાના વિરોધમાં આવતી કાલે સવારે જૈનોના વિવિધ સંઘોએ એક વિશાળ બાઇકરૅલીનું આયોજન કર્યું છે જેમાં મોટી સંખ્યામાં જૈનો હાજર રહે એવી શક્યતા છે. મહારૅલી બાદ બપોરે જુહુ ચોપાટી પર આવેલા ગાંધી સ્મારક પાસે એક સભા પણ યોજાશે.

 

વિરાગસાગરજી મહારાજસાહેબ, વિનમ્રસાગરજી મહારાજસાહેબ તથા અન્ય ગુરુભગવંતોના માગદર્શનમાં આવતી કાલે સવારે સાડાઆઠ વાગ્યે એક વિશાળ મહારૅલી નીકળવાની છે જેમાં મુંબઈના તમામ જૈન સંઘોના શ્રાવકો જોડાશે. આ રૅલીમાં ન જોડાઈ શકનારાં વડીલો તથા બાળકો એસ. વી. રોડ પર માનવસાંકળ રચીને ‘અમને સમાધાન નહીં, ગુનેગારોને સજા જોઈએ છે’, ’મૂર્તિ માટે પૈસા નહીં પણ જૈનોને ન્યાય જોઈએ છે’ એવા નારા સાથે બાઇકરૅલીમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહન આપશે.

આ રૅલી કાંદિવલી (વેસ્ટ)માં આવેલા મુનિસુવ્રત જૈન દેરાસર સામે સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રાઉન્ડથી શરૂ થશે. સભાનું આયોજન ગણિવર્ય શ્રી લબ્ધિચંદ્રસાગરજી મહારાજસાહેબની નિશ્રામાં થશે.

આ રૅલીમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન નંબર આ મુજબ છે : ૯૩૨૪૨ ૭૦૯૪૮ અને ૯૬૫૫૫ ૦૨૭૩૭.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK