Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Video: શ્લોકાના જન્મદિવસે મુકેશ અંબાણીએ તેની પાસેથી માંગી આ ખાસ ભેટ..

Video: શ્લોકાના જન્મદિવસે મુકેશ અંબાણીએ તેની પાસેથી માંગી આ ખાસ ભેટ..

14 July, 2019 04:07 PM IST | મુંબઈ

Video: શ્લોકાના જન્મદિવસે મુકેશ અંબાણીએ તેની પાસેથી માંગી આ ખાસ ભેટ..

અંબાણી પરિવારે શ્લોકાના જન્મદિવસને બનાવ્યો ખાસ

અંબાણી પરિવારે શ્લોકાના જન્મદિવસને બનાવ્યો ખાસ


મુકેશ અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકાનો શુક્રવારે જન્મદિવસ હતો. લગ્ન બાદ આ શ્લોકાના પહેલો જન્મદિવસ હતો એટલે અંબાણી પરિવારે તેને ખાસ બનાવવામાં કોઈ જ કસર નથી છોડી. આખા પરિવારે એક એનિમેટેડ વીડિયો બનાવ્યો અને શ્લોકાના વિશ કર્યું. તો મુકેશ અંબાણીએ શ્લોકા પાસેથી ખાસ ભેટ પણ માંગી.




વીડિયોમાં એક બૂક જોવા મળે છે. જેનું નામ છે શ્લોકા એન્ડ ધ લિટલ પ્રિન્સેસ. જેમાં સૌથી પહેલા શ્લોકાના બાળપણની તસવીર જોવા મળે છે. સાથે ઈશા અને આકાશ અંબાણી પણ છે. ત્રણેય સાથે રમતા જોવા મળી રહ્યા છે. આલબમમાં સૌથી પહેલા મુકેશ અંબાણીએ વહૂને શુભેચ્છા આપી છે.

મુકેશ અંબાણીએ કહ્યું કે હું તમને મિસિસ શ્લોકા આકાશ અંબાણીના રૂપમાં પહેલા જન્મદિવસની શુભેચ્છા આપું છું. તમને ઘણી ખુશી, શુભેચ્છા, પ્રેમ, અને સફળતા મળે. મને આશા છે કે આવતા વર્ષ સુધીમાં હું દાદા બનું.

મુકેશ અંબાણી બાદ નીતા અંબાણીએ શ્લોકાનો બર્થ ડે વિશ કર્યું ત્યાર બાદ આકાશ અને અન્ય પરિવારજનોએ પણ શ્લોકાનો વિશ કર્યું. અને આ રીતે અંબાણી પરિવારે શ્લોકાના જન્મદિવસને ખાસ બનાવી દીધો. મહત્વનું છે કે આકાશ અંબાણીએ તેમની બાળપણની મિત્ર શ્લોકા મહેતા સાથે માર્ચમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. જેની દિવસો સુધી ચર્ચાઓ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 04:07 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK